હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશન નો જમાનો

હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ

હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશન નો જમાનો

આજની હાઈ-ફાઈ
અને વાઈ-ફાઈ જનરેશન ને
શું ખબર કે -‘
અમારા જમાનામાં પણ
કેવી જાતની કોમ્પ્યુટર “ટેકનોલોજીઓ” હતી !’

બાપા ની બે ધોલ પડે
અથવા નિશાળ માં
માસ્તર કાન આમળે કે..’
તરત જ અમારી આખી ;
‘સિસ્ટમ રિ-સ્ટાર્ટ’
થઈ જતી હતી !’

ઘરકામ ના કર્યું હોય
ત્યારે..’ ઊંધુ ઘાલીને
બીજાની નોટમાંથી ધડાધડ
ઉતારો – કરી – લેતા – હતા
તે અમારું -‘
‘ફ્રી ડાઉનલોડ’ હતું !’

લખોટી, ગિલ્લી-ડંડા, કુકરીઓ, બોલ-બેટ,
પત્તાં, ભમરડાં લગોરી
આ બધાંય અમારાં -‘
‘ગેમિંગ એપ’ હતાં !’

લગ્નોમાં દાળ પીરસવાનો ચાન્સ
રિસેસ માં નોટ આપવાની તક અને છોકરી ની સાયકલમાંથી
હવા નીકળી ગઈ હોય, ત્યારે
હવા ભરી આપવા નો મોકો -‘
આ બધાં ડેટિંગ એપ હતાં.

અને, “સ્કુલ છૂટ્યા પછી”
પાછળની કમ્પાઉન્ડ વોલ, લગ્નમાં વાડીનો પાછળનો ભાગ
બજારમાં બરફના ગોળાની લારી
ને સસ્તી રેસ્ટોન્ટનો ફેમિલી રૂમ..’
આ બધા અમારા -‘
‘ચેટિંગ રૂમ’ હતા !’

“વિવિધ ભારતી” – “રેડિયો સિલોન”
ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દૂ સર્વિસ
આ બધાં અમારા “ઓનલાઈન “
‘લાઈવ મ્યુઝિક એપ હતાં !’

20 રૂપિયાની ઓડિયો કેસેટોમાં
જે પસંદગીના ગાયનો નું રેકોર્ડિંગ કરાવીને રાખતા
એ અમારી -‘
‘મ્યુઝિક ફાઈલો’ હતી !’

હીરો-હિરોઈનોના ફોટા,
પિકચર ની રંગની ફ્રેમો ; “લખોટીઓ” – “બિલ્લા”
આ બધી અમારી -‘
‘કેશ-લેસ કરન્સી’ હતી !’

જે છોકરો આપણી
ફેવરીટ છોકરી ક્યાં રહે છે,
બાપા શું કરે છે..?’
ઘરમાં છોકરી એકલી ક્યારે હોય
ફોન નંબર શું છે..’
આ બધું શોધી લાવે
તે અમારું -‘
‘ગુગલ સર્ચ એન્જિન’ હતું !’

મારફાડ રીતે ચોર-પોલીસ રમતા
તે અમારી
‘પબ્જી’ ગેમ હતી
અને ગબ્બીમાં લખોટીઓ
રગડાવતા હતા તે અમારી
‘કેન્ડી ક્રશ’ ગેમ હતી !’

ફાઈનલી ફ્રી પિરિયડમાં
કે..’ શાળા ના પ્રવાસમાં
જે અંતકડી રમતા હતા
તે અમારું -‘
‘ઇન્ડિયન આઈડોલ’ હતું.’

નિશાળના વિચિત્ર માસ્તરો
ને માસ્તરાણીઓ અમારું -‘
‘’ કોમેડી સરકસ ‘’ હતું !!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *