અચાનક વાળ ઊતરી જવાનો રોગ – ઉંદરી નો આયુર્વેદિક ઉપાય

અચાનક વાળ ઊતરી જવાનો રોગ – ઉંદરી નો આયુર્વેદિક ઉપાય

ઉંદરીનો રોગ ત્વચા સંબંધિત છે પરંતુ આ રોગની શરૂઆત થતાં જ વાળ ખરવા લાગે છે. તેને ઈન્દ્રલુપ્ત નો રોગ પણ કહેવાય છે. આને Cicatrical alopecia અથવા Patchy hair loss પણ કહેવાય છે.

ઉંદરી નો પ્રકોપ શરીરમાં કયા કયા જોવા મળે છે?

આ વિકૃતિ ખાસ કરીને માથા પર વધારે જોવા મળે છે તેમજ વયસ્ક કરતાં નાનાં બાળકોને આ રોગ થવાની શક્યતા વધારે રહે છે. કેટલાક પુરુષોને તો દાઢી, મૂછ, ગરદન અને હાથે પણ થાય છે. હાથ, ગરદન તથા શરીરના બીજા ભાગ પર થયેલી ઉંદરી જલદી દેખાતી નથી, પરંતુ આ રોગમાં તે સ્થાન પૂરતાં વાળ ખરી જતાં હોવાથી દાઢી, મૂછ અને માથામાં થતી ઉંદરી તુરંત દેખાઈ આવે છે. આ સિવાય શરીરના અન્ય અવયવ પરથી પણ રુંવાટી ખરવા લાગે છે.

ઉંદરી નો આયુર્વેદિક ઉપાય

આયુર્વેદના લગભગ બધાં જ માન્ય ગ્રંથોમાં ઉંદરીનો ઉલ્લેખ થયેલો છે અને તેની ગણતરી ગ્રંથોના અંતે ક્ષુદ્ર રોગમાં કરવામાં આવી છે. આવા રોગો હોય છે તો સાવ ક્ષુદ્ર મામૂલી, પરંતુ શરૂઆતમાં તેની જો ઉપેક્ષા કરવામાં આવે તો તે લપની જેમ જલદી જતી-મટતી નથી. આ ઉંદરીના રોગના અનેક ઉપચારો આયુર્વેદીય ગ્રંથોમાં દર્શાવાયા છે, પરંતુ તેમાં સૌથી ઉત્તમ પરિણામ આપનારો ઉપચાર છે, ‘ચમેલીના તેલનો.’ આ તેલ બજારમાં તૈયાર પણ મળી રહે છે. છતાં ઉંદરીના દર્દીએ આ તેલ ઘરે જ બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. ચમેલીનું તેલ બનાવવાની વિધિ આગળ ઉપચારમાં જણાવીશ.

ઊંદરી ના લક્ષણો

ઉંદરીનો પ્રારંભ નાના ટપકા ચકામાંથી થાય છે. તે જે સ્થાને થાય છે, તે સ્થાનની ત્વચા ખૂબ જ સુંવાળી અને ચમકદાર બની જાય છે. પ્રારંભમાં મગના દાણા જેટલું ગોળ ટપકું થાય છે અને તે સ્થાનના ચાર-પાંચ વાળ ખરી જાય છે. પછી ધીમેધીમે આ ટપકું ગોળાકારે વિસ્તરતું જાય છે અને તે સ્થાન પૂરતા વાળ ખરતાં જાય છે. આ સ્થાને દુખાવો, ખંજવાળ, બળતરા, લાલાશ કે પરું થતાં નથી. એટલે ત્વચાના બીજા રોગોની જેમ આ રોગ જરા પણ ત્રાસજનક બનતો નથી.

ઉંદરી નો આયુર્વેદિક ઉપાય
ઉંદરી નો આયુર્વેદિક ઉપાય

ચમેલી ના તેલની વિધિ

ચમેલીનાં પાન, કરંજનાં પાન, વરુણ-વરણાના વૃક્ષની છાલ, કરેણની છાલ અને ચિત્રકમૂળની છાલ આ બધાં ઔષધો 50-50 ગ્રામ, તલનું તેલ 1 કિલોગ્રામ લેવું. બધાં ઔષધોને લસોટીને ચટણી-લુગદી જેવું બનાવી લેવું. આ લુગદી તેલમાં નાખી ધીમેધીમે ઉકાળવું. તેલના છ-સાત ઊભરા આવે એટલે ઉતારીને ગાળી લેવું. ઠંડું પડે એટલે બોટલમાં ભરી લેવું.

ચમેલીનું તેલ કેવી રીતે લગાવવું

ઉંદરીને લીધે જે સ્થાનેથી વાળ કે રુવાંટી ખરી ગઈ હોય તે સ્થાનને ફટકડીવાળા પાણીથી સાફ કરી આ ચમેલીનું તેલ આછું આછું સવારે અને રાત્રે લગાડવું. આ તેલના ઉપયોગથી ધીમેધીમે ઉંદરી મટી જાય છે તેમજ ફરીથી કેશોત્પત્તિ થવા લાગે છે.

Also read : બાળકોને ત્વચા પર થતાં કરોળિયા રોગ ની આયુર્વેદિક સારવાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *