ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીનું આચરણ : ૧૫ સરળ નિર્દેશો

ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રી નું આચરણ કેવું હોવું જોઈએ?
ગુજજુમિત્રો, ગર્ભાવસ્થા દરમ્યાન સગર્ભા સ્ત્રી એ કેવું આચરણ કરવું જોઈએ જેથી બાળક સ્વસ્થ રહે અને સારા ગર્ભસંસ્કાર મળે. ધ્યાનથી વાંચો આ લેખ અને તમારું શું માનવું છે તે ચોક્કસ થી કમેંટ સેકશન માં શેર કરજો.
- દિવસ દરમિયાન સૂવું નહીં અને રાત્રે મોડે સુધી જાગવું નહીં. બપોરે શ્રમ ન કરો, આડા પડીને આરામ કરો, પણ ગાઢ નિંદ્રા ન લેવી.
- સીધા અને ઘૂંટણ વાળીને સૂવું નહીં, પણ બાજુ બદલીને સૂવું.
- ગર્ભાવસ્થા દરમિયાન સખત અને વાંકાચૂંકી જગ્યાએ બેસવું, પગ ફેલાવવા અને લાંબા સમય સુધી નમવું પ્રતિબંધિત છે.
- સગર્ભા સ્ત્રીઓએ આ કુદરતી ક્રિયાઓ ને રોકવું નહીં અને પરાણે કરવું નહીં : શ્વાસોશ્વાસ, મળ, પેશાબ, ઓડકાર, છીંક, તરસ, ભૂખ, ઊંઘ, ઉધરસ, કઠોર શ્વાસ, બગાસું આવવું, રડવું.
- આ સમયગાળામાં, સંભોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. કારણકે જો શરૂઆત ના ત્રણ મહિના અને છેલ્લા ત્રણ મહિના બહુ ધ્યાન રાખવું જરૂરી છે વળી, આ સમયે સ્ત્રીની તમામ શક્તિ નો ઉપયોગ બાળક ના શારીરિક અને માનસિક વિકાસ પર થવો જોઈએ, સગર્ભા સ્ત્રી ના પોતાના પોષણ માટે થવો જોઈએ. સંભોગ માં પુષ્કળ ઊર્જા વપરાય છે તેથી આ સમયે શક્ય એટલું દૂર રહેવું જોઈએ.
- સવારે શુદ્ધ હવામાં ચાલવું ફાયદાકારક છે.
- આયુર્વેદ અનુસાર 9 મહિના માટે મુસાફરી કરવા પર પ્રતિબંધ છે.
- ગર્ભાવસ્થા દરમિયાન ઢીલા કપડા પહેરો જેથી બાળક નો પૂરતો વિકાસ થાય અને હળવા , આછા રંગના કપડાં પહેરો જેથી રક્તસ્રાવ કે પાણી પડવા ના ડાઘા દેખાય અને તાત્કાલિક મેડિકલ મદદ લઈ શકાય.
- અપ્રિય વસ્તુઓ સાંભળશો નહીં અને દલીલોમાં પડશો નહીં. મોટેથી બોલશો નહીં અને ગુસ્સે થશો નહીં. મનમાં ઉત્તેજના પેદા કરતા ભયાનક દ્રશ્યો, ટીવી સિરિયલો ન જુઓ અને આવા સાહિત્ય, નવલકથાઓ વગેરે વાંચો કે સાંભળો પણ નહીં. ઘોંઘાટ અને રોજબરોજ ના ગુનાખોરી ના સમાચાર થી દૂર રહેવું.
- દુર્ગંધવાળી જગ્યાએ ન રહો. જ્યાં દુર્ગંધ છે ત્યાં હાનિકારક સૂક્ષ્મ જીવાણુ પણ હોય છે જે રોગ ફેલાવે છે.
- શરીરના તમામ અંગોની હળવી કસરત મળે છે, સગર્ભા સ્ત્રી માટે ઘરના સામાન્ય કામ કરવાનું ચાલુ રાખવું ખૂબ જ સારું છે.
- સગર્ભાવસ્થામાં ઑક્સીજન ની જરૂરિયાત વધુ હોય છે, તેથી લાંબા શ્વાસ લેવાની અને હળવા પ્રાણાયામની પ્રેક્ટિસ કરી શકાય છે. પવિત્ર, પરોપકારી, શક્તિપૂરીત ભગવન-નામ નો જાપ કરો, જે પણ ભગવાન જેમાં તમારી આસ્થા હોય.
- મનને શાંત રાખવા અને શરીરને તણાવમુક્ત રાખવા માટે, દરરોજ થોડો સમય શવાસન આસન નો અભ્યાસ કરો.
- દાન ધર્મ કરો, ગાય ને ઘાસ ખવડાવો, કબૂતર ને જુવાર ખવડાવો અથવા કીડી ને લોટ આપો.
- ભય, શોક, ચિંતા, ક્રોધને છોડી દો, ધીમા અવાજે વાત કરો અને હંમેશા હસતાં રહો, ખુશ રહો.