ભારત તરફથી ઓસ્કારમાં મોકલેલી ફિલ્મ : છેલ્લો શો

છેલ્લો શો

છેલ્લો શો (Last Film Show)

અભિનંદન પેન નલિન!!!!

મહાનાયક અમિતાભ બચ્ચનને એક પત્રકારે થોડા સમય પહેલાં પૂછ્યું: “અભિનય ક્ષેત્રે આટલી વિરાટ છલાંગ લગાવ્યા બાદ અને ભાતભાતની ભૂમિકાઓ ભજવ્યા બાદ હવે કોઈ ઝંખના ખરી ? “


ત્યારે અમિતાભજીએ પૂરતી પારદર્શકતા સાથે ઉત્તર વાળ્યો: ” જી, ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત કુશળ ફિલ્મ-દિગ્દર્શક પેન નલિન ની ફિલ્મમાં કામ કરવાની એક ઝંખના છે ! ” તો કોણ છે આ પેન નલિન ,જેની ફિલ્મમાં કામ કરવા આ મહાનાયક આતુર છે ? પેન નલિન નામનો આ આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રતિભાવંત ફિલ્મકાર એ ગુજરાતી છે,કાઠીયાવાડી છે.

આવો, હવે ફ્લેશબેકમાં જઈએ:

લગભગ 1975 ની આસપાસનો કોઇ શિયાળો ! અમરેલીના બે શિક્ષક-મિત્રો શિવરાત્રીના મેળાની મોજ માણવા જૂનાગઢ જવા માટે અમરેલીથી ટ્રેનમાં બેઠા.રસ્તામાં ખીજડીયા જંકશને ગાડી અર્ધો કલાક હોલ્ટ કરે. પેલા અમરેલીવાળા બે મિત્રોય નીચે ઉતરીને ચાની લારીએ ચા પીવા ગયા.દસ-બાર વરસનો એક છોકરો કપ-રકાબી સાફ કરી રહ્યો હતો.

પેલા શિક્ષકે પૂછતાં લારીવાળાએ તે પોતાનો દીકરો હોવાનું અને તેને ભણવામાં રસ નહીં હોવાથી અત્રે પિતાને મદદ કરતો હોવાનું જણાવ્યું.શિક્ષકોને રસ પડ્યો ને છોકરાને પૂછ્યું: ” ભણવું ગમતું નથી તો તને શું ગમે છે? ” છોકરાએ ભોળાભાવે કહ્યું: “મને ચિત્રો દોરવાનું બહુ ગમે.” એમ કહીને એ છોકરો સીગારેટનાં ખોખાં ઉપર પોતે દોરેલાં ચિત્રો શિક્ષકોને બતાવવા લાગ્યો.શિક્ષકે પેલા લારીવાળા ભાઇને કહ્યું :” તમારો આ છોકરો ખરેખર પ્રતિભાશાળી છે,અમે એને અમરેલી લઇ જૈ ભણાવશું.અમે જૂનાગઢથી વળતા આવીએ છીએ.”

છોકરાના પિતાએ આ માટે સાનંદાશ્ચર્ય સંમતિ આપી ને એ શિક્ષક જૂનાગઢથી વળતા આવીને આ કપ-રકાબી સાફ કરતા છોકરાને પોતાની સાથે અમરેલી લઇ ગયા.એ છોકરાને એનાં મનગમતાં ક્ષેત્રમાં આગળ વધવા માટે તમામ પ્રકારની મદદ કરી.


બાદમાં એ યુવાન ફાઈનઆર્ટસ્ નો અભ્યાસ કરવા વડોદરા અને ત્યાંથી પછી મોહમયી મુંબઈ નગરીમાં પોતાની પ્રતિભાને વિકસાવવા જાય છે.થોડા સમયમાં જ એની પ્રતિભાને પોંખનારા ય મળી જાય છે.આર.કે.લક્ષ્મણની વિખ્યાત કાર્ટૂન સિરિઝ वागले की दूनिया નું નિર્માણ કરવાની તક મળે છે ને આ સિરિઝની ધરખમ સફળતા બાદ આ યુવાનની પ્રતિભા પરદેશમાં ય પોંખાય છે.આ યુવાન બાદમાં ફ્રાન્સમાં સેટલ થાય છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એની ફિલ્મ કળાનું કૌશલ્ય પોંખાય છે.

પેન નલિન


આ શિક્ષક તે અમરેલીના સુખ્યાત વિદ્વાન પ્રાધ્યાપક શ્રી ડૉ.વસંત પરીખ અને પેલો કપ-રકાબી સાફ કરનારો છોકરો તે આ વિખ્યાત ફિલ્મ-દિગ્દર્શક PAN NALIN (પેન નલિન) એટલે કે પંડ્યા નલિનકુમાર રમણીકલાલ.આ યુવાને પોતાનું નામ “નલિન” યથાવત રાખીને પોતાની અટક PANDYA માંથી ત્રણ અક્ષર PAN ને પૂર્વગ તરીકે રાખીને PAN NALIN તરીકે ઓળખાવાનું પસંદ કર્યું.

(આપણા વિખ્યાત મોટિવેશ્નલ વક્તા,લેખક શ્રી શૈલેશ સગપરિયાજીએ એમનાં પ્રભાવક પુસ્તક “હોંશના હલેસા” માં ઉક્ત પ્રસંગનું રસપ્રદ શૈલીમાં આલેખન કરેલ છે.)

શ્રી “પાન નલિન” એફિલ્મનું શુટિંગ ગુજરાત/સૌરાષ્ટ્રમાં કરેલ છે.તેઓશ્રી આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો બનાવી છે. આ ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો ” અનેક રીતે અનન્ય છે.


–આ ફિલ્મ ફ્રેન્ચ,જર્મન સહિત આઠ વૈશ્વિક ભાષાઓમાં ડબ થઈ રહી છે.


–આ ફિલ્મમાં છ બાળકોની મુખ્ય ભૂમિકા છે,જે માટે સૌરાષ્ટ્રનાં 94 ગામડાંઓમાંથી આશરે ત્રણેક હજાર બાળકોના સ્ક્રીનટેસ્ટ લેવાયેલ,જેમાંથી આ 6 બાળકો સિલેક્ટ થયેલ છે જે પૈકી Rupayatan Junagadh નો વિદ્યાર્થી કિશન પરમાર પણ પસંદ થયેલ અને અભિનય કરેલ છે

–ફિલ્મનાં ઘણા ખરા પ્રસંગો પોતાની અસ્સલ જિંદગીનાં જ હોવાનું નલિનભાઇએ જણાવેલ.


–પાન નલિનની ભૂમિકામાં ભાવિન રબારી નામનો બાળકલાકાર છે,બાકીનાં બાળકલાકારો ય આપણા ગુજરાતનાં જ-પોરબંદર,લાઠી,જામનગર વગેરેના- છે.


–આ ફિલ્મનું શુટિંગ રાજકોટ,અમરેલી,સાસણ,ગીરજંગલનો વિસ્તાર,ધારી,બગસરા,લાઠી વગેરે સ્થળોએ થયેલ છે.

સૌરાષ્ટ્ર/ગુજરાતનું નામ રોશન કરનાર નલિનભાઇએ The Valley Of Flowers ,Ayurveda,Samsara જેવી ફિલ્મોનાં નિર્માણ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.


–આંતરરાષ્ટ્રીય સ્તરે ગજુ કાઢનાર આ ગુર્જરરત્ન શ્રી નલિનકુમાર રમણિકલાલ પંડ્યા ઉર્ફે PAN NALIN ને આ સાથે ધન્યવાદ અને શુભકામનાઓ “છેલ્લો શો ” માટે ! અને વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે !


અમરેલી નજીકના ખીજડિયા જંક્શનથી નીકળી હોલિવૂડ-યુરોપ ગજાવનારા પેન નલિન એટલે નલિન પંડ્યાએ સર્જેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (‘The Last Film Show’)નો પ્રીમિયર ન્યૂ યૉર્કમાં ‘ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ’માંં યોજાશે. રોબર્ટ દ’ નિરોએ સ્થાપેલો આ ફિલ્મ ફેસ્ટિવલ વર્ચ્યુઅલ નહીં, પણ ઈન-પર્સન હશે. આ ફિલ્મનું શૂટિંગ ચલાલા-લાઠી-સાસણગીર-અમરેલી જેવા વિસ્તારમાં કરવામાં આવ્યુંં છે. ઈન્ટરનેશનલ ઑડિયન્સ કદાચ પહેલી વાર પરદા પર કાઠિયાવાડનું સૌંદર્ય માણશે.

પેરિસથી ટેલિફોનિક ટોકમાં પેન નલિને ભારપૂર્વક કહ્યું કે “પરિસ્થિતિ સુધરશે ત્યારે ‘છેલ્લો શો’ થિયેટરમાંં જ રિલીઝ થશે. અમે ઈચ્છીએ છીએ કે લોકો પરિવાર સાથે ફરીથી થિયેટરમાં જાય અને મોટા પરદા પર ફિલ્મ માણે”…


Rupayatan Junagadh નું ગૌરવ એ છે કે અમારો વિદ્યાર્થી કિશન પરમાર આ ફિલ્મમા છ બાળકો પૈકી એક પાત્ર માટે પસંદ થયેલો👍

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *