સાતમ-આઠમ તો અમારી હતી : જૂની મીઠી યાદો

ગુજરાતી જૂની કહેવતો
The Tarnetar Fair is one such festival held at the Tarnetar village. This small and otherwise calm village is situated in the - Panchal - region of Gujarat. The Tarnetar fair is an annual festival denoting colour, vivacity, ebullience, prayers and rituals.Another distinctive feature of the Fair is the Tarnetar Chhatri ( Umbrella ). These umbrellas are a delightful treat for a connoisseur of art, meticulously embellished with mirror work, intricate embroidery and enchanting lacework

સાતમ-આઠમ તો અમારી હતી : જૂની મીઠી યાદો

સાતમ આઠમ તો અમારી હતી

એય ને બીજ ત્રીજથી જ લોટના
મોટા મોટા દેણા મુકાઈ જાય
આજુબાજુ વાળાના વેલણ
પાટલા ઉધાર,મા લેવાઈ જાય..!!!

સાતમ આઠમ તો અમારી હતી

એમાય પાછુ ગાંઠીયાનુ પીત્તળવાળો સંચો તો
ગામમા કોક પૈસાદાર ઘરે જ હોય
{ એનુ પહેલાથી બુકીંગ કરાવ્યુ હોય }
જે વણી વણી ને આપે એ ખાટલા પર હાળી પાથરી
દોડતા દોડતા સુકવવા જવાનુ..!!

સાતમ-આઠમ તો અમારી હતી

વરસાદ હોય તો ચુલા માટે સુકુ બળતણ
ક્યાંક જુના ઓરડામા રાખી દેવૂ
આઠમના મેળામા ઘરે,થી નીકળીએ એ પહેલા જ
મા કે બાપુજી એ નકકી કરી દીધુ હોય કે તારે આ જ લેવાનુ,,છે…!!!

સાતમ આઠમ તો અમારી હતી

ગમ્મે એટલો વરસાદ હોય તોય
બરફનો ગોળો અથવા આઈસ્ક્રીમ તો ખાવાની જ
લાકડાનો ખટારો મળે એટલે તો
જાણે શું ય મળી ગયુ…
અને એ વહેમ તો હજુ ગયો જ નથી કે મેળામા
મોડા મોડા જઈશુ તો બધુ સસ્તુ મળશે…!!!

સાતમ આઠમ તો અમારી હતી

જેવુ પણ હતુ,પણ
આજની 1000.રૂપીયાવાળી
કાજુકતરીમા એ મીઠાસ નથી
જે એ સમય,ની લાડવામા હતી…!!!

સાતમ-આઠમ તો અમારી હતી

આજના મેથીના,કે
ચાટ,મસાલાવાળા ખાખરામા
એ મજા નથી
જે એ સમયની
ખારી મીઠી પુરીમા હતી..!!

સાતમ આઠમ તો અમારી હતી

આજના મોટા મોટા અને
અવનવા ચકડોળ,મા
એ મજા નથી
જે એ સમયમા
નાના એવા ચકડોળ,મા હતી…!!!

સાતમ આઠમ તો અમારી હતી

આજકાલ,ના ટાબરીયા
શું જાણે સાહેબ
ત્યારે પૈસા ના હતા પણ
મજા ખુબ હતી
આજ પૈસા ખુબ છે
પણ મજા જ નથી..!!
😒😑😞😪😭

શેરમાર્કેટના બાદશાહ રાકેશ ઝુનઝુનવાલા એ કહેલી વાતો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *