નિવૃત્તિ ના પ્રસંગ પર વાંચો આ હૃદયસ્પર્શી કવિતા

નિવૃત્તિ કવિતા

નિવૃત્તિ ના પ્રસંગ પર વાંચો આ હૃદયસ્પર્શી કવિતા

નિવૃત થયેલા તમામ મિત્રો માટે આ નિવૃત્તિ કવિતા …

નથી વેડફી નોકરીમાં ક્યારેય
એક ક્ષણ કદી નકામી,!!!
પરંતુ
નિવૃત્તિમાં નવરા બેસી રહેવાની,
મજા પણ કઈક ઓર હોયછે !

ના જાગવાની કોઈ ઝંઝટ
ના ઊંઘવાની કશી ઉતાવળ !
અભેરાઈએ ચડાવી દો એલારામ ને,
મોડા ઉઠાવાની
મજા પણ કઈક ઓર હોય છે

યુનીફોર્મમાં રહ્યા
સદા અંકુશ માં !
ખુદ ને મિટાવી રહ્યા
કાયમ ખુશ માં
ભૂલી જાઓ એબધું
મુક્તિને માણવાની
મજા પણ કઈક ઓર હોય છે.

શિડયુલ પ્રમાણે
શિફ્ટ કરવાની
ફિગર રેડી ના હોય તોય
ફિંગર કરવાની ??
શરીર ને સાચવો હવે
આળસુ થઈ ને આરામ ફરમાવાની
મજા પણ કઈક ઓર હોય છે.

બદલીની બીકમાં
કશું બોલીના શક્યા
લોકેશન ની લ્હાયમાં
લડી ના શક્યા ,
ફગાવી દ્યો એ ફડફડાટ,
માથું ઉચકીને માગવાની
મજા પણ કઇક ઓર હોય છે.

છૂટી ગયા,
સીએલ,ઈએલ,સીક લીવના છટકામાંથી,
ના ઉગારી શક્યું કોઈ એ ખટકામાંથી
ફરો હવે ફાવેતેમ ફિકર વિના,
રજા વગર રખડવાની
મજા પણ કઈક ઓર હોય છે .

બોલવાનું હતું ત્યાં
બોલી ના શક્યા,
આક્રોશ કોઈ ની આગળ
ઓલવી ના શક્યા !
હવે ફેંકો, ફેકવું હોય તેટલું
બિન્દાસ બેધડક બોલવાની
મજા પણ કઇક ઓર હોય છે .

હાજી…હાજી… જી હા… જી હા… કહીને
વેડફી નાખી જીન્દગી આખી જીહજુરીમાં
જલસા કરી લ્યોને
સમય આવ્યે સામા પડવાની
મજા પણ કઈક ઓર હોય છે.

વિતી ગયેલા વર્ષો
કદી પાછા નહી વળે ,
છોડી ગયાછે જે સાથ
એ ફરી નહી મળે,
અંતિમ ક્ષણ સુધી
કરી લ્યો આનંદ ,
મૃત્યુ ટાણે મુસ્કુરાવાની
મજા પણ કઇક ઓર હોય છે.

Also read : જીરા પાણીના ફાયદા અને તેને બનાવવાની રીત

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *