અમદાવાદ નો ઇતિહાસ : અમદાવાદ શહેરની ટોકીઝની કહાની
અમદાવાદ નો ઇતિહાસ : અમદાવાદ શહેરની ટોકીઝની કહાની
અમદાવાદમાં કુલ 56 ટોકીઝ હતી.
અમદાવાદ શહેરમાં વસંત ઋતું ચાલતી હતી. શીતલ પવન ફૂંકાઈ રહ્યો હતો. સૂયઁ પોતાનો પ્રકાશ ફેંકી રહ્યો હતો. તે સમયે લલિતામહલ માં મોહન, કમલ અને આશિષ બેઠા હતા. તેઓ એવરેસ્ટ શિખરની વાતો જાણી આનંદ લઈ રહ્યા હતા. તે સમયે ત્રણે એડવાન્સ માં મધુરમ મંગલમ ના સપના જોઈ રહ્યા હતા.
તે સમયે આમ્રપાલી અને નટરાજ રાજાની પુત્રીઓ જેવી કે રૂપાલી રૂપમ અને અનુપમ મોતીના અલંકાર પહેરી અપ્સરા જેવી લાગતી હતી. શ્રી ગીતા ને મીરા ની માયા પર પ્રભાવિત થઈ ગઈ હતી. ચંદ્રભાનું, શિવ ની આરાધના માં મશગુલ હતી.
તે સમયે અમદાવાદમાં ત્રણે પુત્રીઓ રોશની સોનલ અને ગૌરી રિલીફ રોડનો પ્રવાસ રદ કરી ગેલેકસી ચોકમાં અશોક અને શાલીમાર ના મિલન સમારંભમાં ગયા. ત્યાં રોઝી અને અંબર નો સંગમ થયો.
તે વખતે એલ.એન ચોકમાં તોફાન થયું. તોફાનમાં લક્ષ્મી અને ગોલ્ડન મૢત્યુ પામી. આ બે રત્રીઓના મૢત્યુના સમાચાર અમદાવાદ શહેરમાં ફેલાતા લાઈટહાઉસ બંધ થઈ ગયું. શહેરમાં અંધકાર છવાઈ ગયો. સેન્ટ્રલ ચોકમાં ગોળીબાર થયો. ગોળીબાર માં કૢષ્ણ, નૉવેલ્ટી,અને ઈગ્લીંશ નાં મૢત્યુ થયા.
આ તોફાન વધુ ફેલાતાં બીજી બે સ્ત્રીઓ કલ્પના અને મૉડલ પણ મૢત્યુનો ભોગ બની. આ તોફાનના કારણે પ્રતાપ અને પ્રિયા ના ઘરને તાળું લાગી ગયું. રીગલ વિચારમય જીવન જીવતો થઈ ગયો.
તે વખતે ડ્રાઈવઈન ચોકમાં સ્ત્રી કેળવણીકારો સ્ત્રી હકકની માંગણી કરતાં હતા. આ રક્ષણ હકક આંદોલનમાં બે સ્ત્રીઓ જેવી કે અજંતા અને ઈલોરા એ પોતાના પ્રાણ ગુમાવ્યાં હતાં. શહેરમાં તોફાન દરમ્યાન મૢત્યુ પામેલી વ્યકિતનાં માનમાં સ્ત્રી કેળવણીકાર ઉષા એ દિપાલી ના બંગલામાં શ્રધ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો હતો.તેમાં સ્ત્રી કેળવણીકારોએ મૢત્યુ પામેલી વ્યકિતઓને અંજલી આપી હતી.
મિત્રો જેટલા નામ બોલ્ડ કર્યા છે એ બધાં નામ છે અમદાવાદ શહેરની ટોકીઝોની! કેવો લાગ્યો અમદાવાદ નો ઇતિહાસ ?? છે ને મજેદાર પોસ્ટ? 🙂 જેણે પણ આવો રચનાત્મક લેખ લખ્યો એને ખૂબ લહઊબ અભિનંદન.
Also read : આહાર અને આરોગ્ય : ધ્યાનમાં રાખો આ ૧૩ બાબતો