પ્રણય ની મસ્તી જ્યારે દિલ પર છવાય છે
પ્રણય ની મસ્તી જ્યારે દિલ પર છવાય છે
પ્રણય ની મસ્તી જ્યારે દિલ પર છવાય છે,
ચહેરા પર મંદ-મંદ સ્મિત આવી જાય છે.
પહેલી મૂલાકાત, પહેલો સ્પર્શ હતો,
છતાં લાગે છે આપણે કેટલીય જૂની ઓળખાણ છે.
તુજ વિના જીવવું હવે અઘરું લાગે છે,
તારા વગર ની એક એક ક્ષણ વર્ષોની માફક વહે છે.
થોડા સમય માં તો કેવો તે જાદુ કર્યો છે,
તારી યાદ વગર ની પળ પણ નકામી લાગે છે.
ક્યારેક તો થાય સપનું જોવ છું કે ભાસ થાય છે,
ખરેખર તમે આવ્યા પછી જિંદગી બદલાય ગઇ છે.
કવિતા લખવામાં ક્યાં શબ્દો ગોઠવવા પડે છે,
એ તો આપોઆપ લાગણી થઈ લખાય જાય છે.
~ હીર ઠુંમર
Also read : જાદુઈ હેલ્થ ટોનિક – જાંબુ