આદુના અદ્ભુત ચમત્કારો
ગુજ્જુમિત્રો, આજે આખું વિશ્વ કોવિડ ૧૯ ની મહામારીથી ઝઝૂમી રહ્યું છે. જીવનશૈલીમાં પરિવર્તન કરવાની સાથે સાથે ઘરેલુ ઉપચાર થી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આજે ભારત જેવા દેશમાં જ્યાં આબાદી બહુ વધારે છે, ત્યાં લોકો સંક્રમિત થાય છે પરંતુ જલ્દીથી ઠીક પણ થઈ રહ્યાં છે. રીકવરી રેટ એટલે કે સાજા થવાનો દર ઘણો સારો છે. તેનું કારણ શું છે? તેના અનેક કારણો હોઈ શકે જેમાંનો એક છે ભારતીય આહાર. આપણાં ભારતમાં વપરાતા મસાલા અને ખોરાક કોઈ દવાથી ઓછાં નથી. આજે આપણે આવા જ એક ચમત્કારી તત્ત્વની એટલેકે આદુની વાત કરવાના છીએ. આદુના અદ્ભુત ચમત્કારો તમને આશ્ચર્યચકિત કરી દેશે.
આદુ વિશ્વ ઔષધિ છે
શરીરને તાજું-માજું અને યોવનભર્યું રાખનાર એટલે કે કોષમાંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્ને ક્રિયા આદુ કરે છે. કોવિડ ૧૯ની મહામારીના રામબાણ ઈલાજ તરીકે આદુનો ભરપૂર ઉપયોગ કરવાનું કહેવાય છે. આપના રોજીંદા ખોરાકમાં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે.
કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ હોય છે.
તાજેતરમાં થયેલા સંશોધનો દ્વારા પુરવાર થયું છે કે કેન્સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ આદુ વધુ અસરકારક રીતે કેન્સરની સારવાર કરી શકે છે. કેન્સરની દવા ‘ટેકસોલ’ કરતા આદુનાં ‘૬-શોગાઓલ’ નામનાં તત્વમાં કેન્સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે. પરીક્ષણોમાં સાબિત થયું છે કે જો આદુ દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતા દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્સરના કોષોને ખતમ કરે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વિપરીત અસર થતી નથી. તો મિત્રો તમારા પ્રિયજનોમાંથી કોઈને પણ કેન્સર હોય તો તેમને આદુનું સેવન રોજ કરવું લાભદાયક રહેશે.
આર્થેરાઇટિસમાં અકસીર છે આદુ
મિત્રો આર્થેરાઇટિસમાં શરીરના સાંધામાં સોજા ચડી જાય છે. આ દુખાવો અસહ્ય છે અને દરદીના હલનચલન પર આની ખૂબ જ ખરાબ અસર પડે છે. હવે આદુની મદદથી આર્થેરાઇટિસમાં રાહત મળી શકે છે. તમારા રોજબરોજના ભોજનમાં આદુનું સેવન કરો. તમે ઈચ્છો તો આદુનું પાણી પણ પી શકો છો. આના માટે બે ગ્લાસ પાણીને ઉકાળવા મૂકો. તેમાં એક ઇંચ જેટલા આદુને જીણું ખમણીને નાખો. દસ મિનિટ ઉકાળો. ગળણીથી ગાળીને પી જાઓ. આદુનું પાણી દિવસમાં ઓછામાં ઓછું બે વાર પીવાથી તે પેઈન કીલર એટલે કે દર્દનાશક દવા જેવું કામ કરશે.
આદુ આલ્કલાઈન ગુણધર્મ ધરાવે છે
આજકાલ બહુ મોટા પ્રમાણમાં લોકો આલ્કલાઈન ખોરાક ખાવાની સલાહ આપે છે. આપણાં શરીરમાં જ્યારે એસિડ વધારે બનવા લાગે છે તો એસિડિટી,અલ્સર, ચાંદા, કિડનીની તકલીફો, લીવરની તકલીફો થાય છે. હવે, એસિડનો શત્રુ છે આલ્કલાઈન આહાર. જ્યારે આલ્કલાઈન આહાર ખાવામાં આવે છે ત્યારે તે શરીરના એસિડને ઓછો કરીને અંદરના અંગોને રાહત આપે છે. જો તમે એવું માનતા હોવ કે આદુ ગરમ છે, તો એ પણ જાણજો કે આદુ એસિડની ગરમીને ઠંડી કરે છે. તેથી નિયમિતપણે આદુ ખાઈને શરીરને આલ્કલાઈન રાખો.
આદુના અન્ય અદ્ભુત ચમત્કારો
૧) જઠરાગ્નિ પ્રબળ બનાવે છે.
૨) પાચનશક્તિ વધારે છે.
૩) શરદી મટાડે છે.
૪) જીભ અને ગળુ સાફ કરે છે.
૫) વધુ પ્રમાણમાં પેશાબ લાવે છે.
૬) છાતીમાંથી કફને જડમૂળથી નાબૂદ કરે છે.
૭) આમવાતના સોજા મટાડે છે.
૮) જાડાપણું (મેદ) ઘટાડે છે.
૯) વાયુનો કટ્ટર દુશ્મન છે તેથી ગેસ અને એસીડીટીને ભગાડે છે.
૧૦) સીળસ મટાડે છે.
૧૧) દમના દર્દીને ફાયદો કરે છે
૧૨) હૃદય રોગ મટાડે છે.
૧૩) તેના નિયમિત સેવન થી કેન્સર થતું નથી.
૧૪) પિત્તનું શમન કરે છે.
તો ગુજજુમિત્રો, આદુના આ અદ્ભુત ચમત્કારો યાદ રાખજો અને તેનું નિયમિતપણે સેવન કરજો.