બાળપણ નો યાદગાર અનુભવ

બાળપણ નો યાદગાર અનુભવ

બાળપણ નો યાદગાર અનુભવ

આજે કબાટ માંથી પચ્ચીસ પૈસા નો જુનો સિક્કો મળ્યો જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો ; શું નોતુ મળતું હતું આ પચ્ચીસ પૈસાનાં સિક્કા માં ?

આખું જમરૂખ ને ઢગલા બંધ કેરી ની ચીરીઓ મળતી હતી.

લીલી વરીયાળી , ચણી બોર, કોઠા, ને આમલા ની લિજ્જત મળતી હતી

રંગબેરંગી પીપર મીંટ ચોકલેટ ને ચૂરણ ની ગોળીયો મળતી હતી

અર્ધો કલાક ભાડે થી સાયકલ મળતી હતી.

લખોટી, ભમરડા ,પતંગ દોરીની લચ્છી,ટીકડી અને ફટાકડી મળતી હતી

અણીદાર પેન્સિલ ને સુગંધી રબર ની જોડી મળતી હતી

બરફ ના ગોળા ને ઠંડા શરબત ની જયાફત મળતી હતી

રબર વાળી કુલ્ફી ને ક્વોલીટી ની કેન્ડી મળતી હતી

આજ પચ્ચીસ પૈસા માં સો ગણી વસ્તુઓ મળતી હતી. સાલું નાની નાની વસ્તુઓ માં અઢળક ખુશીયો મળતી હતી. આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. બાળપણ નો યાદગાર અનુભવ કેટલો અમૂલ્ય છે!

વાત કડવી છે પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે.

રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા, સવારના અંધકારમાં ફરવા નિકળવા વાળા, આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા…

રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા.

તેમનો અલગ સંસાર……….વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રિતી રિવાજ અને સનાતન ધર્મ ની આગળ પાછળ ફરવાવાળા…

જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા…!

હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જુના ચપ્પલ, ફાટેલી બંડી અને તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા……!!

ગરમીની સીઝનમાં આચાર પાપડ બનાવવાવાળા, ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા, અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા……..!

જીભના શબ્દ અને શબ્દનો વટ

નજર ઉતારવા વાળા, કંદોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા, લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા, અને શાકભાજીની લારી વાળા સાથે એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા…..!!

શુ તમે જાણો છો?….

આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી કાયમ માટે જતા રહેવાના છે.

શુ તમારા ઘરમાં આવું કોઈ છે? જો હા, તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન રાખજો…….!

નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે…. એ છે સંતોષ ભર્યું જીવન, સાદગી પૂર્વકનું જીવન,
પ્રેરણા દાયક જીવન, ભેળસેળ વિનાનું જીવન, ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન, બધાની ચિંતા કરવાવાળું જીવન…..!

તમારા પરિવારમાં જે લોકો વડીલ છે તેમનું માન સન્માન રાખજો, તેઓને આત્મીયતા મહેસુસ કરાવો અને ખૂબ જ પ્રેમ કરો………!

Also read : ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ અને તેની ચમત્કારી શક્તિ ના પરચા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *