ગુજરાતી જોક્સ ની ગમ્મત ગુલાલ
ગુજરાતી જોક્સ ની ગમ્મત ગુલાલ
પાણી ઉકાળી ને પીવું…
અને લોહી ડાયરેક્ટ…
~ પત્ની મંડળ…
લગ્ન પહેલા દુનિયા ફરી લેવી,
લગ્ન પછી દુનિયા ફરી જાય છે.
~ સ્વામી પરણેલાનંદ…
‘લાઇફ’ ને સુધારવા માટે,
એક ‘વાઇફ’ બસ છે…
પણ…
‘વાઇફ’ને સુધારવા માટે,
આખી ‘લાઇફ’ પણ કમ છે…!!
સ્વામી શ્રી પતિ-ગયા-નંદ
પરફેક્ટ જોડી ફક્ત…
ચમ્પલ મા જોવા મળે છે..!!
બાકી બધી અંધશ્રદ્ધા છે…
🤣🤣🤣🤣🤣
ભણાવે એને ૧૬૦૦૦ પગાર…
અને….
ઊંઠાં ભણાવે એને ૧,૧૬૦૦૦ પગાર…
🤣🤣🤣🤣🤣🤣🤣
મેં અમદાવાદ માં એક તકતી વાંચી.
“મારો કાગડો નરમ”
મને ખબર નથી કે તેનો અર્થ શું છે
પણ તેની નીચે લખ્યું હતું,
Microsoft
😂😂😂😂😂😂😂
પહેલાં ના જમાનામાં…
બારમું પાસ અને નાપાસ
એમ બે જ પ્રકારના પરિણામો આવતાં.
કોરોનાકાળ માં માર્કેટમાં નવું નીકળ્યું
“બારમું બાયપાસ”
😂😂😂😂😂😂😂
ડૉક્ટર : ઓપરેશન પછી તમે ચાલી ને ઘરે જઇ શકશો..
*દર્દી: રીક્ષા ના પણ નહીં વધવા દયો…..?
😂😂😂😂😂😂😂
એક કાકાએ એક બાળકને પૂછ્યું – અભ્યાસ કેવો ચાલે છે …?
બાળકએ જવાબ આપ્યો – કાકા,
સમુદ્ર જેટલો અભ્યાસક્રમ છે,
નદી જેટલું વાંચો,
ડોલ જેટલું યાદ રહે.
ગ્લાસ જેટલું લખાય છે
ઢાકણી ભરીને નંબર આવે.
તેમાં ડૂબીને મરી જવાનું મન થાય … !!!
😂😂😂😂😂😂😂
પત્ની : તમે તો મારા માટે બે હજારની નોટ જેવા છો.
પતિ: વાહ વાહ શુ વાત છે..
પત્ની : કંકોડુ વાહ, ના છૂટા કરવાનુ મન થાય, ના તો સંઘરી રાખવાનું..
😂😂😂😂😂😂😂
દર્દી : ડૉ સાહેબ તમે દવા લખી આપી, એ કઇ રીતે લેવાની ?
ડૉક્ટર : રોકડેથી….
😂😂😂😂😂😂😂
ડોક્ટર : બીમારીનું ચોકકસ કારણ પકડાતું નથી.. કદાચ દારૂ પીવાથી આવું થતું હોય.
દર્દી : મારે ઉતાવળ નથી. તમને ઉતરી જાય પછી આવીશ!..
😂😂😂😂😂😂😂
ટીચરે પૂછ્યું : બોલ ઈજીપ્ત ના મમ્મી ને ઈન્ડીયા ના મમ્મી માં શુ ફરક?
એડમીન : ઈજીપ્ત ના મમ્મી થી છોકરા બીવે અને ઈન્ડીયા ના મમ્મી થી છોકરા ના પપ્પા બિવે.
😂😂😂😂😂😂😂
Lady : Alexa, How to make cheese cake, tell me in Gujarati…
Alexa : તું શાંતિ થી બેસ ને બહેન..😡
છેલ્લા એક મહિનામાં તે ૨૦૦ થી વધારે રેસીપી જોઈ છે…
અને, છેલ્લે તો તારે તારા ઘરવાળાઓ ને ચા ને થેપલાં જ ખવડાવવા છે ને !!!
😂😂😂😂😂😂😂
સુખની બે જ ચાવી છે…
‘ખડખડાટ’ અને ‘ઘસઘસાટ’
દુખની પણ બે જ ચાવી છે…
‘બબડાટ’ અને ‘કકળાટ’🤪
Read one more joke : કપાળમાં ચાંદલો