રિવાઇન્ડ બટન દબાવું ને બાળપણ આવી જાય!!
રિવાઇન્ડ બટન દબાવું ને બાળપણ આવી જાય!!
ખરેખર આવું થાય તો ,
મજા આવી જાય . . . !!
રિવાઇન્ડ બટન દબાવું ,
ને બાળપણ આવી જાય . . . !!
છૂટી જાય બ્રીફકેસ ,
ને દફતર આવી જાય . . . !!
સ્કૂલ બસ ના બદલે ,
આગળ સીટ વાળી સાઈકલ દેખાઈ જાય . . . !!
છૂટે મોબાઈલ હાથ થઈ ,
ને ગિલ્લી ડંડો આવી જાય . . . !!
ગૂમ થાય કોમ્પ્યુટર ,
ને બ્લેક બોર્ડ દેખાઈ જાય . . . !!
મિનરલ વોટર ના બદલે ,
પાણી ની પરબ આવી જાય . . . !!
પીવું પાણી ખોબલે ખોબલે ,
ને બાંયો થી મોઢું લુછાઈ જાય . . . !!
હીમેશ રેશમીયો ગૂમ થાય ,
ને ફરી રફી આવી જાય . . . !!
ઠેર ઠેર લતા, કિશોર
ને મુકેશના ગીતો સંભળાય . . . !!
ફુલ સ્પીડથી ભાગતી જીંદગી ,
થોડો શ્વાસ ખાય . . . !!
શેરી મોહોલ્લે દોડું બેફામ ,
ભલે ને ઘૂંટણ છોલાય . . . !!
ચાઇનીઝ ફૂડ લારી ને બદલે ,
બોમ્બે ભેળવાળો દેખાય . . . !!
ફ્રોઝન આઈસક્રીમ ને બદલે ,
ભૈય્યાજી ની કુલ્ફી ખવાય . . . !!
મોબાઈલ પર રમતી આંગળીઓ ,
ફરી લખોટી રમતી થાય . . . !!
રોજિંદી દોડધામ ને બદલે ,
ઉભી ખો રમાય . . . !!
મામા ના ઘર નું વેકેશન ,
પરદેશ ગમન કહેવાય . . . !!
પરદેશી કાર્ટૂન ને બદલે ,
બકોર પટેલ જ વંચાય . . . !!
ખરેખર આવું થાય તો ,
મજા આવી જાય . . . !!!
Read more Gujarati poems here: કાવ્ય સરિતા