દીવા ની જ્યોત : એક સુંદર વાર્તા
દીવા ની જ્યોત : એક સુંદર વાર્તા
એક ઘરમાં પાંચ દીવા પ્રકાશિત હતા.
🪔 એક દિવસે એક દીવાને થયું કે, આટલો બળું છું તોય મારા પ્રકાશની કોઈને કદર નથી, લાવને હું ઓલવાઈ જાઉં…પોતાને વ્યર્થ સમજીને ઓલવાઈ ગયો. તમને ખબર છે એ દીવો કોણ હતો ?? તે દીવો “ઉત્સાહ” નો પ્રતીક હતો.
🪔 આ જોઈ બીજો દીવો જે “શાંતિ” નો પ્રતીક હતો તેને પણ વિચાર્યું કે… મને પણ ઓલવાઈ જવું જોઈએ… નિરંતર “શાંતિ” નો પ્રકાશ આપું છું છતાં લોકો “હિંસા” કરે છે અને “શાંતિ” નો દીવો પણ ઓલવાઈ ગયો.
🪔 આ જોઈ ત્રીજો દીવો “હિંમત” નો હતો. તે પણ પોતાની “હિંમત” ખોઈ બેઠોને ઓલવાઈ ગયો. “ઉત્સાહ,” “શાંતિ” અને “હિંમત” ઓને ઓલવાઈ ગયેલ જોઈ ચોથા દીવાએ પણ ઓલવાઈ જવાનું ઉચિત સમજ્યું. તે ચોથો દીવો “સમૃદ્ધિ” નો પ્રતીક હતો.
ચારેય દીવા ઓલવાઈ ગયા પછી પાંચમો દીવો એક જ રહ્યો હતો, તે નાનો હતો પણ નિરંતર બળતો હતો…ત્યારે એ ઘરમાં એક છોકરાનો પ્રવેશ થયો. એમણે જોયું કે એક દીવો પ્રકાશ આપી રહ્યો છે. તે જોઈને “ખુશ” થયો તેણે…
🪔 પાંચમો દીવો ઉપાડ્યોને બીજા ચારેય દીવાને ફરીથી પ્રગટાવ્યા… તમને ખબર છે પાંચમો અનન્ય
દીવો કયો હતો ?? તે હતો એક “ધીરજ” નો દીવો… એટલે જ… આપણા ઘરમાં અને મનમાં હંમેશા “ધીરજ” નો દીવો પ્રજ્વલિત રાખો… તે… એક દીવો જ પૂરતો છે…બીજાઓને પ્રગટાવવા માટે…ખુશીઓ આવશે જરૂર…બસ થોડા સમયમાં જ બધું સામાન્ય થઈ જશે “ધીરજ” સાથે… “ધીરજ” ના દીવા ની જ્યોત સદા પ્રજ્વલિત રાખજો “અંતરાત્મામાં…”