આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
લુપ્ત થતી સંસ્કૃતિઓ
આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
એક સાયકલમાં
ત્રણ સવારી જતાં,
એક ધક્કો મારે
ને બે બેસતાં,
આજે બધા પાસે
બે બે કાર છે,
પણ
સાથે બેસનાર એ દોસ્ત
કોને ખબર ક્યાં છે ?
આપણે ક્યાં પહોચી ગયા, ધ્યાન છે ?
એકનાં ઘરેથી બીજાનાં ઘરે
બોલાવા જતાં,
સાથે મળીને રખડતાં
ભટકતાં નિશાળે જતાં,
આજે
ફેસબુક વોટ્સએપ પર
મિત્રો હજાર છે,
પણ
કોને કોના ઘરનાં
સરનામાં યાદ છે ?
આપણે ક્યાં પહોચી ગયા, ધ્યાન છે ?
રમતાં, લડતાં, ઝઘડતાં,
ને સાથે ઘરે જતાં,
કોનો નાસ્તો કોણ કરે
ઈ ક્યાં ધ્યાન છે,
આજે ફાઈવ સ્ટારમાં
જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાનાં કાઢી કહે છે કે
મને તારીખ ક્યાં યાદ છે ?
આપણે ક્યાં પહોચી ગયા, ધ્યાન છે ?
રોજ સાથે રમતાં વાતો કરતાં,
સમય પ્રત્યે સૌ અજાણ હતાં,
આજે રસ્તામાં,
હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ
તારૂં એક કામ છે,
આપણે ક્યાં પહોચી ગયા, ધ્યાન છે ?
ત્રણ દિવસ
પતંગને કાના બાંધતાં,
દિવાળી જનમાષ્ટમીની
રાહ જોતાં,
આજે રજાઓમાં
ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે
તહેવારો માણવાનો
ક્યાં ટાઈમ છે ?
આપણે ક્યાં પહોચી ગયા, ધ્યાન છે ?
આઠ આનાની પેપ્સીકોલામાં
અડધો ભાગ કરતાં,
પાવલીનાં કરમદામાં
પાંચ જણા દાંત ખાટાં કરતાં,
આજે સુપ સલાડ ને
છપ્પન ભોગ છે,
પણ
ભાગ પડાવનાર
ભાઈબંધની ખોટ છે,
આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
ભેરૂનાં જન્મદિવસનાં
જલસા કરતાં,
મોટાનાં લગન પંદર દી માણતાં,
આજે મિત્રનાં મરણનાં
સમાચારે પણ,
વોટ્સએપમાં
આર.આઈ.પી.
લખીને પતાવીએ છીએ,
આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
Also read: જિંદગી નાની છે પણ…