કોરોના થયા પછી શું ખાવું જોઈએ? જાણો સરળ ડાયટ-ચાર્ટ

પોસ્ટ કોરોના હેલ્ધી ડાયટ

કોરોના પછી નો સરળ ડાયટ-ચાર્ટ

દરરોજ ક્યાંકથી ને ક્યાંકથી આપણા સ્વજનોના અકાળે કોરોનામાં આવી ગયા પછી મૃત્યુ થયાના સમાચારો મળે છે. જે વાંચીને આંચકો લાગે છે. મૃત્યુ જયારે જન્મ લઈએ ત્યારે જ લખાઈને આવે છે, પરંતુ ઉંમરને કારણે સહજ મૃત્યુ અને આવી રીતે કોઈ સ્મશાને પણ ન આવે એવું મૃત્યુ બંને અલગ છે. કોરોનાકાળમાં દિવંગત થયેલા આપણા પરિવારના તમામ સભ્યોના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતિ આપે એવી આપણા બધા વતી હૃદયપૂર્વક પ્રાર્થના. ચાલો એવું જીવન જીવીએ કે મૃત્યુદર ઓછો થતો જાય. વાંચો : કોરોના પછી સરળ ડાયટ-ચાર્ટ અને દિનચર્યા

કોરોના પોઝિટિવ દર્દીઓ

આપણામાંથી પરિવારમાં અને સ્નેહીજનોમાં કોઈને કોરોના ન થયો હોય એવા કેટલા? લગભગ બધાના સ્વજનોને કોરોનાનો અનુભવ થઇ ચુક્યો છે. એમાંથી આપણે શું શીખ્યા? ચાલો આજે આત્મ મંથન કરીએ. નીચેના પ્રશ્નોના જવાબ દરેક લોકો પોતાની જાતને પૂછે અને પૃથક્કરણ કરે.

હેલ્ધી લાઈફ એટલે શું?

ખુદ ને પૂછો કે કોરોનાના આગમન પહેલા હું હેલ્ધી લાઈફ જીવતો હતો? હેલ્ધી લાઈફ એટલે વહેલા ઉઠવું, વહેલા સૂવું, શુદ્ધ આહાર યોગ્ય સમયે લેવો, વોકિંગ, કસરતો, પ્રાણાયામ અને ધ્યાન કરવા. બહારનું ખાવાનું, દુષિત અને ઝેરી ખાવાનું સ્વાદ માટે ન ખાવું. શરીરને પોષણ મળે તેવું જ ખાવું. ટેંશનમુક્ત જીવવું. બીજાની જિંદગીમાં દખલ ન કરવી.

બીજાના અનુભવોમાંથી શીખો

શું તમે કોરોનાનો ભોગ બની હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય તેવા સ્નેહીઓની અનુભવવાણી સાંભળી છે? ન સાંભળી હોય તો સાંભળો. પૈસાથી બધું જ મળે છે તેવું અભિમાન હજુ પણ છે? ઉતરી જશે.

કોરોનામાં થયેલા મૃત્યુનો આંક ઓછો શા માટે દેખાડવામાં આવે છે?

કોરોનાના દર્દી કોરોના થયા પછી ૫/૭/૧૦ દિવસમાં નેગેટિવ થઇ જાય છે. પરંતુ ત્યારબાદ કોરોનાએ શરીરના મહત્વના આંતરિક અંગોને જે રીપેર ન થઇ શકે તેવું નુકસાન કર્યું હોય છે તેને પરિણામે ગુજરી જાય છે. કોઈના ફેફસા, કોઈનું હૃદય, કોઈની કિડની કે લીવર ફેઈલ થઇ જાય છે અને પરિણામે મૃત્યુ થાય છે. શા માટે? આને માટે આપણી પ્રિ-કોરોના જીવનશૈલી જવાબદાર છે. તમારા પોતાના કારણે આને બાકી કોરોનાને કારણે તમારું ૫૦% શરીર ડેમેજ થયું હોય ત્યારે કોરોનાની વિદાય પછી જો તમે પહેલાની જેમજ જીવવા માંડો તો તમારા મૃત્યુને તમે પોતે જ આમંત્રણ આપો છો.

કોરોના પછી ડાયટ-ચાર્ટ

અનેક ડોક્ટરો, આરોગ્ય નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી અને મીડિયાના અનુભવસિદ્ધ અહેવાલોના આધારે પોસ્ટ-કોરોના ડાયેટ ચાર્ટ તૈયાર કર્યો છે. કોરોના થઇ ગયો હોય તેઓ ખાસ અમલમાં મુકશો. ઘરના બાકીના સભ્યો પણ જો અમલ કરે તો કોરોના તમારા ઘરમાં નહિ આવે.

કોરોના થઈ ગયેલા દર્દીની આદર્શ દિનચર્યા

  • ૫.૩૦ જાગૃતિ, શૌચ, પ્રાતઃકાર્ય, ઉકાળો પીવો.
  • ૬.૦૦થી ૭.૦૦ વોકિંગ, કસરતો, પ્રાણાયામ, ધ્યાન.
  • ૭.૦૦ હળવો નાસ્તો (માત્ર ફળો)
  • ૭.૩૦થી ૮.૩૦ સૂર્યદેવતાને પ્રણામ કરી વિટામિન D મેળવવું.
  • ૯.૦૦થી ૧૨.૦૦ વાંચન, ગીતો સાંભળવા-ગાવા.
  • ૧૧.૦૦ નારિયેળ પાણી અથવા ખાટાં ફળોનો જ્યુસ.
  • ૧૨.૦૦ રાંધ્યા વગરનો ખોરાક (ફણગાવેલા મગ/ચણા, બીટ/કાકડી/ગાજર, પલાળેલી મગફળી/બદામ, ગોળ, (નબળા ફેફસા માટે ગોળનું સેવન ચમત્કારિક છે) ખજૂર/અંજીર, મોળી છાસ)
  • ૦૧.૦૦થી ૩.૦૦ વામકુક્ષી
  • ૩.૩૦ ઉકાળો અથવા ગ્રીન/હર્બલ ટી
  • ૪.૦૦થી ૬.૦૦ ફરી વાંચન, જૂની ફિલ્મ જોવી, ઇન્ડોર રમતો (કાર્ડ/ચેસ/કેરમ)
  • ૬.૦૦ ફરી ચાલવા જવું , પ્રાણાયામ, ધ્યાન.
  • ૭.૦૦ સૂપ પીવો. ( ટોમેટો/વેજ/કોર્ન સૂપ ઉપરાંત સાંજના ભોજનની કઢી કે સાંભાર પણ સૂપમાં જ આવે)
  • ૭.૩૦ ભોજન ૧૦.૩૦ ઓસડિયાં, હળદર સાથેનું ગરમ દૂધ. શયન.

ઈશ્વર ને પ્રાર્થના

ઉપરનો ચાર્ટ અમલમાં મુકો, જીવનશૈલી બદલો અને કોરોનાની વિદાય માટે ઈશ્વરને પ્રાર્થના કરો.
ચાલો આપણે કોરોના સામેની માનવજાતની લડાઈમાં આપણું પ્રદાન આપીએ અને તંદુરસ્ત રહીએ.
આપણા નિરામય જગતના પરિવારના તમામ સ્વાસ્થ્યપ્રેમી સભ્યો પરિવાર સહીત હેમખેમ રહે તેવી પ્રભુને પ્રાર્થના. કોરોનાકાળ ની બીજી લહેર સમયે ભગવાનને પ્રાર્થના

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *