કોવિડ ૧૯ ના ટેસ્ટ વિષે ખૂબ જ ઉપયોગી અને સચોટ માહિતી
કોવિડ ૧૯ ના ટેસ્ટ વિષે ખૂબ જ ઉપયોગી અને સચોટ માહિતી
ગુજજુમિત્રો, કોવિડ -૧૯ એ ફરી માથુ ઉંચકયું છે ત્યારે તેના વિષે સાદી ભાષામાં સમજી શકાય તેવી થોડી માહિતી હું આ લેખમાં તમારી સાથે શેર કરવા માગું છું. એ સમજો કે કોવિડ ના બે પ્રકારના ટેસ્ટ થાય છે. ૧. રેપીડ એન્ટીજન ટેસ્ટ અને ૨. RT-PCR
રેપીડ એન્ટીજન ટેસ્ટ
સામાન્ય રીતે દર્દીને તાવ,શરદી કે ઉધરસ આવે ત્યારે તેમને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી લેવાનું કહેવામાં આવે છે.આ ટેસ્ટ તેના નામ પ્રમાણે રેપીડ એટલે કે તરત જ રીઝલ્ટ આપે છે. હવે આ ટેસ્ટ ના બે પરિણામ આવી શકે છે :
- પોઝીટીવ રેપીડ ટેસ્ટ – મતલબ – ૧૦૦% કોરોના છે જ…
- નેગેટિવ રેપીડ ટેસ્ટ – મતલબ કોરોના હોવાનાં ૫૦% સંભાવના છે અને ૫૦% સંભાવના નથી.
મતલબ આ ટેસ્ટ આપણને સો ટકા કોરોના નથી એવું કહી શક્તો નથી …પરંતુ આનું રિઝલ્ટ જલ્દી આવે છે અને જો પ્રાયવેટ સંસ્થામાં ટેસ્ટ કરાવો તો આ ટેસ્ટ સસ્તો હોય છે એટલે મોટાભાગે સૌથી પહેલા આ ટેસ્ટ કરવામાં આવે છે. જો આ ટેસ્ટ નેગેટિવ હોય પણ કોરોના ના લક્ષણો હોય, તો તમને બીજો મોટો ટેસ્ટ કરવા માટે કહેવામાં આવે છે. આ બીજો ટેસ્ટ ખુબ અગત્યનો છે તે….
RT-PCR ટેસ્ટ
RT-PCR ટેસ્ટ મતલબ Reverse transcription polymerase chain reaction.(રીવર્ઝ ટ્રાંસક્રીપશન પોલિમેરાઇઝ ચૈઇન રીએકશન) આ ટેસ્ટ ૯૦% સાચું પરિણામ બતાવે છે.
હવે ખાસ વાત તમે જયારે આ ટેસ્ટ કરાવો છો ત્યારે તમને રીપોર્ટ આપવામાં આવે છે તેમાં એક વાત ખુબ અગત્યની છે..તમને કેટલા પ્રમાણમાં સંક્રમણ છે તે પણ આ ટેસ્ટ બતાવે છે..તેમાં લખેલુ હોય છે CT-18..કે 20 કે 24 કે 28 .. સી.ટી.નો અર્થ છે સાયકલ થ્રેસોલ્ડ..મતલબ તમારા સેમ્પલનું પરિક્ષણ કરતી વખતે કેટલામી સાયકલમાં કોવીડ -૧૯ વાઇરસ દેખાયો …૧૬ મી સાયકલમાં ? -૨૨ મી સાયકલમાં ? કે ૨૪ મી સાયકલમાં ? આનાં ઉપરથી નક્કી થાય છે કે તમને ભારે સંક્રમણ છે કે હળવું..જો તમને ૨૪ કે તેનાથી નીચેની સાયકલમાં વાઇરસ દેખાડતો હોય તો તેનો મતલબ છે કે તમે અતિ સંક્રમિત છો એટલું જ નહી પણ તમે બીજાને ચેપ લગાડી શકો છો..અને તમારે વિશેષ કાળજી લેવાની જરૂર છે.
સી.ટી. થ્રેસોલ્ડ સાયકલ
પરંતુ તમારો સી.ટી. થ્રેસોલ્ડ સાયકલ ૨૫-૨૬-૨૮- કે ૩૦ છે તેનો મતલબ તમારામાં ૨૮ કે ૩૦ મી સાયકલમાં વાઇરસ દેખાય છે એટલે કે તમે ઓછા સંક્રમિત છો. આવા કેસમાં તમે ઘરે કવોરનન્ટાઈન થઈને સારવારથી સાજા થઈ શકો છો. તેથી ટેસ્ટ કરાવી ને તરત જ પુછો કે મારો સી.ટી. થ્રેસોલ્ડ સાયકલ શું છે ? જો ૨૪ થી નીચે હોય તો પાંચ દિવસ પછી છાતીનો સીટી સ્કેન કરાવો..અને દવાખાનામાં સારવાર લેવાનું રાખો.
કોવિડ ૧૯ વિષે વધુ માહિતી જાણવા માટે, વાંચો :
કોરોના પોઝિટિવ માંથી નેગેટિવ થયા પછી શું-શું ધ્યાન રાખવું જોઈએ?
હોમ આઈસોલેશન માં કોરોના પોઝિટિવ દર્દી એ શું ધ્યાન રાખવું જોઈએ?