ભાવનગર ની દિવાળી ની સાદગી અને ઉમંગ બેજોડ છે!
ગુજજુમિત્રો, આજે હું તમને ફરીથી યાદોની દુનિયામાં લઈ જવા માગું છું. ચાલો, આપણે ભાવનગર ની દિવાળી ની મજા માણીએ. માત્ર ભાવનગરના વતની ને જ નહીં પણ જે પણ વ્યક્તિ પોતાની માટી અને હૃદય સાથે જોડાયેલ છે, તેને આ લેખ વાંચીને બહુ આનંદ થશે. આ લેખ વાંચીને તમે પણ કહેશો કે ભાવનગર ની દિવાળી ની સાદગી અને ઉમંગ બેજોડ છે!
ગુજજુમિત્રો, મને ભાવનગર ની દિવાળી વિષે રાજુ પારેખની એક પોસ્ટ વાંચવા મળી તેમાં આજના ભાવનગરની દારૂણ પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે જુના જમાનાની શાન ગણાતી શેરીઓ હવે બિસ્માર થઈ ગઈ છે અને ખંડેર જેવા ભાંગ્યાતૂટ્યા મકાનો એક સમયની જાહોજલાલીનું વરવું પ્રદર્શન કરતા નિસ્તબ્ધ ઉભા છે. ચારે બાજુ અંધકાર છવાયો હોય તેવું આઘાતજનક ચિત્ર લાગે છે અને ત્યારે મનમાં સ્મરણિત થઈ ઊઠે છે ભાવનગરના એ દિવસો ! અહા ! કેવો વટ હતો ! કેવી સાહ્યબી હતી ! ટાંચા સાધનો અને મર્યાદિત આવક વચ્ચે પણ ભાવનગરીઓ કેવા ફક્કડ થઈને ફરતા !
ભાવનગરનો સામાન્ય વતની દુકાનોમાં ગુમાસ્તાગીરી, નાના ઉધ્યોગો કે ફેકટરીઓમાં ક્લેરીકલ કામ કે મજુરી કે લેથ ઉપર હુન્નરકામ કે કોઈ સાંકડી દુકાનમાં રોજીંદી ચીજવસ્તુઓનો વેપાર કે નાનો ધંધો. બસ, આ તેની રોજી-રોટી કે આજીવિકાનો આધાર હતો. ભાવનગરનું સામાન્ય જનજીવન બારે માસ આજ રીતે ધબકતું રહેતું હતું અને નિરાંતના એક શ્વાસ સાથે આખું શહેર સુખેથી જીવતું હતું. ન કોઈ હાયવોય કે ન તારામારાની ખેંચતાણ જોઈ, લો જાણે, જેમ્સ બોંડની ફિલ્મનું રિવર્સ, “લીવ એંડ લેટ લીવ” (જીવો અને જીવવા દ્યો). ઘોઘા ગેટ અને ખાર ગેટના પોણા કિલોમીટરના સળંગ પટ્ટામાંતો આખા ભાવનગરની રોનક અને ખુશબુ આવી જાય.
પણ, એક મંથર ગતિએ ચાલતા શહેરમાં દિવાળીના તહેવારો વાઘબારસથી લઈ ભાઈબીજના દિવસો દરમિયાન અચાનક પ્રાણ ફૂંકાઈ જતો અને સુસ્ત શહેર આળસ મરડીને એકદમ ઊભું થઈ જતું . ત્રીસ-ચાલીસ વર્ષ પહેલા તો ભાવનગરનું હ્રદય ગણાતા ઘોઘાગેટ થી લઈ ખારગેટ સુધીના મહાત્મા ગાંધી રોડ ઉપર ઈલેક્ટ્રીક બલ્બોના જાતજાતના રંગીન દોરડા બાંધી રોશની કરવામાં આવતી અને જેમાં પીરછલ્લા શેરી, જમાદાર શેરી, વોરા બજાર, મહાલક્ષ્મી માતાનું મંદીર, છબીલાજીની હવેલીવાળો ખાંચો, ગોળ બજાર, હેરીસ રોડ, નો સમાવેષ થઈ જતો.
આખાય વિસ્તારમાં લાલ, પીળા, લીલા, કેસરી, ભુરા, વાદળી, જાંબલી અને સફેદ રંગના અસંખ્ય આકારના બલ્બ લટકાવી દિવાળીના તહેવારોની ઊજવણી કરવાની એક આગવી પરંપરા હતી. આખો માર્ગ રોશનીથી ઝળહળતો હોય અને ચારે તરફ રંગીન બલ્બોમાંથી નિકળતો પ્રકાશ શણગાર જ શણગાર લાગે. કોઈ જગ્યાએ દેશભક્તિના ગીતો વાગતા તો કોઈ જગ્યાએથી લોકપ્રિય ફિલ્મી ગીતો સાંભળવા મળતા.
ભાવનગર ની દિવાળી ની એક ખાસ વાત એ પણ હતી કે દુકાનો અને ઘરો ઉપર આસોપાલવના લીલાચટ્ટાક પાનના તોરણો બાંધવામાં આવતા. દુકાનના થડા ઉપર, ત્રાજવા ઉપર કે માલિકની બેસવાની જગ્યાની પાછળ શ્રી લાભ, શ્રી શુભ, શ્રી સવા લખાતું અને સરસ મજાનો સ્વસ્તિક/સાથિયો દોરેલો જોવા મળતો. દુકાનદાર મોટે ભાગે શ્વેત લેંઘો અને ખમીસ કે કફની પહેરતો હોય. દરેકના હાથમાં એકાદી નાની-મોટી સોનાની વીંટી હોય અને તેમાં લાલ, સફેદ કે મંગળનું નંગ જડેલું હોય.
હેરીસ રોડ ઉપર નારેશ્વરના મંદીર પાસે ક્પડાવાળા વર્ષોથી ઉભા રહેતા અને મધ્યમવર્ગના મજુરીયાત વર્ગના લોકો પચીસ કે ત્રીસ રુપિયામાં પેંટ કે શર્ટ ખરીદતા. બાળકોના કપડા પણ એટલીજ કિમતમાં આવી જતા. પત્નિની સાડી માટે એવી ઘણી દુકાનો હતી જેમાં પચાસ રુપિયાથી લઈ સો રુપિયા સુધીમાં સુરતની બનાવટની રંગીન સાડીઓ વેચાતી. ચાર વ્યક્તિનું કુટુમ્બ હોય તો ત્રણસો – ચારસો રુપિયામાં તો નવા કપડાં આવી જતા અને પચાસ રુપિયામાં બાળકો માની જાય તેવા ફટાકડા પણ મળતા. આ દિવસોમાં બીજી એક ખાસ ખરીદી થતી તે ચપ્પ્લ અને બૂટની. દિવાળીમાં નવા જૂતા તો જોઈએ જ. હાથ બનાવટના જૂતાની ભાવનગરમાં ખુબ ખપત રહેતી કારણકે તે લાંબો સમય ચાલતા અને સસ્તા આવતા.
ઠેકઠેકાણે રંગીન ચીરોડીની લારીઓ ઉભી રહેતી કારણ કે રંગોળી વગર તો દિવાળી કેવી લાગે ?! આમ. હરખભેર રંગેચંગે ઓછી આમદાની વચ્ચે પણ દિવાળીની ઊજવણી થઈ જતી.
આ દિવસોમાં ભાવનગરમાં એક ખાસ પ્રણાલિકા હતી અને તે દિવાળીની રાત્રે ત્રિભોવન ભાણજી જૈન કન્યાશાળાની સામે આવેલ અશોકા અને શેટ્ટી માયસોર કાફે, શાકમાર્કેટ પાસેના હેવમોર ચોકમાં હેવમોર અને નટરાજ હૉટલમાં સપરિવાર મસાલા ઢોંસા ખાવા જવું. આ પ્ર્ણાલિકાનું ભાવનગરવાસીઓએ બહુ ચૂસ્તતાપૂર્વક વર્ષો સુધી પાલન કરેલું. રુપમ થીએટરની બાજુમાં આવેલ મિલાપ રેસ્ટુંરામાં સેવ ઉસળ, દહીંવડા, પકોડી, સમોસા, દહીં પૂરી અને ખાસ તો રગડા પેટીસની બોલબાલા હતી. ખાટામીઠા સ્વાદવાળી ચટણી તેનું મુખ્ય આકર્ષણ હતી. દિવાળીની રાત્રે આ ખાણા બજાર મોડી રાત સુધી ચાલુ રહેતા કારણ કે હરીફરીને ચાર કે પાંચ જ ખાવા માટેની પોપ્યુલર જગ્યા હતી જ્યાં કેટલાક લોકો વર્ષમાં ફક્ત એક જ વાર જતા.
હેવમોર, સેંટ્રલ અને ખોડીયાર હોટલમાં ફકત આઈસક્રીમ મળતો. હેવમોરમાં આઈસક્રીમ ખાવા જવું એ સમૃધ્ધિ ગણાતી. વેનીલા, કેસર, કાજુદ્રાક્ષ, બટર સ્કોચ વગેરે તે વખતની લોકપ્રિય આઈસક્રીમ ડીશ હતી. મિત્રો વચ્ચે સોલ્જરી થતી કે કોની પાસે કેટલા પૈસા છે અને બધા ભેગા કરીયે તો કેટલા થાય અને શું ખાઈ શકાય ?
તે સમયે ભાવનગર સાયકલોથી ભરપૂર હતું. અન્ય કોઈ વાહનો મોટી સંખ્યામાં ન હતા એટલે ચારે તરફ સાઈકલો જ સાઈકલો દેખાય. દિવાળીની રાત્રે જ્યાં ખાલી જગ્યા જુઓ ત્યાં સાઈકલ
ો જ મૂકેલી હોય. એક સાયકલ ઉપર કુટુમ્બના ચાર સભ્યો આવી જતા ક્યારેક પાંચ પણ. પુરુષ સાયકલ ચલાવતો હોય, આગળના ડાંડા ઉપર બે બાળકો બેઠા હોય અને પાછળ કેરીઅર ઉપર પત્નિ અને તેના ખોળામાં એકદમ નાનું બાળક હોય તેવા દ્રશ્યોતો ભાવનગર માટે સામાન્ય હતા. આ દિવસો દરમિયાન એક વાક્ય અચૂક સાંભળવા મળે : ક્યાં હાલ્યા ? જવાબ મળે : ઘોઘાગેટ રોશની જોવા !
ભાવનગરની આજુબાજુના ગામો નારી, ચિત્રા, વરતેજ, ફુલસર, ઘોઘા, બુધેલ, કોબડીમાંથી પણ લોકો આ અભૂતપૂર્વ રોશની જોવા આવતા. લોકોનો ધસારો એટલો બધો હોય કે ઘોઘા ગેટ થી ખારગેટ નો પોણો કિલોમીટરનો રસ્તો કાપતા બે થી ત્રણ કલાક નીકળી જાય અને લોકોને પણ કોઈ ચીંતા ન હોય. મજેથી ધીમે પગલે હળું હળું કરતાં ખસતા જાય, ચાલવાની તો જગ્યા જ ન હોય, તમારે ખસતા રહેવું પડે. એક એક ઈંચ ખસતા રહેવું અને તેને માણવાનો પણ એક લહાવો રહેતો કારણ કે વરસમાં એક વાર જ આવી રીતે ખસકવાનું આવતું.
અને, આજે આ શણગાર, રોશની, સાયક્લોની હારમાળા, મસાલા ઢોસાના ગરમ સંભારની વરાળ, આઈસક્રીમનો સ્વાદ, એક એક ઈંચ ખસકવું, બધું જ ધુમ્રસેરની માફક હવામાં ઓગળી જતું લાગે છે. સ્મૃતિપટ ઉપર ફક્ત એક ધુંધળી છાયા ઉપસી આવે છે જેમાં યાર/દોસ્તો/ભાઈબંધ/મિત્રો સાથે ખસકેલા તે.
ો જ મૂકેલી હોય. એક સાયકલ ઉપર કુટુમ્બના ચાર સભ્યો આવી જતા ક્યારેક પાંચ પણ. પુરુષ સાયકલ ચલાવતો હોય, આગળના ડાંડા ઉપર બે બાળકો બેઠા હોય અને પાછળ કેરીઅર ઉપર પત્નિ અને તેના ખોળામાં એકદમ નાનું બાળક હોય તેવા દ્રશ્યોતો ભાવનગર માટે સામાન્ય હતા. આ દિવસો દરમિયાન એક વાક્ય અચૂક સાંભળવા મળે : ક્યાં હાલ્યા ? જવાબ મળે : ઘોઘાગેટ રોશની જોવા !
ભાવનગરની આજુબાજુના ગામો નારી, ચિત્રા, વરતેજ, ફુલસર, ઘોઘા, બુધેલ, કોબડીમાંથી પણ લોકો આ અભૂતપૂર્વ રોશની જોવા આવતા. લોકોનો ધસારો એટલો બધો હોય કે ઘોઘા ગેટ થી ખારગેટ નો પોણો કિલોમીટરનો રસ્તો કાપતા બે થી ત્રણ કલાક નીકળી જાય અને લોકોને પણ કોઈ ચીંતા ન હોય. મજેથી ધીમે પગલે હળું હળું કરતાં ખસતા જાય, ચાલવાની તો જગ્યા જ ન હોય, તમારે ખસતા રહેવું પડે. એક એક ઈંચ ખસતા રહેવું અને તેને માણવાનો પણ એક લહાવો રહેતો કારણ કે વરસમાં એક વાર જ આવી રીતે ખસકવાનું આવતું.
અને, આજે આ શણગાર, રોશની, સાયક્લોની હારમાળા, મસાલા ઢોસાના ગરમ સંભારની વરાળ, આઈસક્રીમનો સ્વાદ, એક એક ઈંચ ખસકવું, બધું જ ધુમ્રસેરની માફક હવામાં ઓગળી જતું લાગે છે. સ્મૃતિપટ ઉપર ફક્ત એક ધુંધળી છાયા ઉપસી આવે છે જેમાં યાર/દોસ્તો/ભાઈબંધ/મિત્રો સાથે ખસકેલા તે!!
ભાવનગર વિષે વધુ જાણવા માટે વાંચો : ભાવનગરની ગલીઓની મીઠીમીઠી યાદો