શું તમને ડાયાબીટીસ છે? જાણો ડાયાબીટીસ નો ઉપચાર

ડાયાબીટીસ નો ઉપચાર

ગુજજુમિત્રો, આજના તણાવ યુક્ત જીવનમાં ડાયાબિટીસ ની બીમારી બહુ સાધારણ થઈ ગઈ છે. આ બીમારી વિષે અમૂક બાબતો જાણવી અત્યંત જરૂરી છે. આ લેખમાં હું તમને ડાયાબીટીસ નો ઉપચાર અને તમને જીવનશૈલી માં કરવામાં આવતા જરૂરી ફેરફાર વિષે જણાવીશ, પણ એ ધ્યાન રાખજો કે એમ. ડી. ડોક્ટરની સલાહ અને દવા સર્વોપરી છે. આ લેખ તમને મૂળભૂત જાણકારી આપશે જેનું તમે રોજબરોજના જીવનમાં પાલન કરીને, દવા ની સાથે સાથે અમુક પરેજી પાળીને જલ્દીથી ડાયાબીટીસ ને કંટ્રોલ કરી લેશો.

ડાયાબીટીસ એટલે શું?

આપણા શરીરમાં નાભિની નીચે ડાબી બાજુ નીમ પત્તીના આકારની એક ગ્રંથિ આવેલી છે જેને કલોન કે પેંનક્રિયાઝ તરીકે ઓળખવામાં આવે છે જે ગ્રંથિ ઈન્સ્યુલીન નામનો હોર્મોન પેદા કરે છે આ ગ્રંથિ એક દિવસમાં લગભગ 200 ગ્રામ જેટલી સુગરને પચાવવાની કે ન્યુટ્રલાઈઝ કરવાની ક્ષમતા ધરાવે છે. જો આપણા શરીરમાં સુગરનું પ્રમાણ લગાતાર વધુ જાય તો પેન્ક્રીયાસ શિથિલ થઈ જાય છે. જેથી ઈન્સ્યુલિન બનતું બંધ થઈ જાય છે જેનાથી યુરીનમાં સુગર બહાર નીકળી જાય છે અને અમુક સુગર બ્લડમાં ભળે છે. જેને કારણે રક્તમાં સુગર વધી જાય છે આને ડાયાબિટીસ કહે છે.

ડાયાબિટીસના લક્ષણો

  • યુરિન વધારે પડતું આવે
  • પીળા રંગનું આવે
  • ચીકાશવાળું આવે અને મીઠીગંધ આવે.
  • જ્યાં યુરીન કર્યું હોય ત્યાં કીડીઓ આવે
  • ભૂખ વધારે પડતી લાગે
  • તરસ પણ વધારે લાગે
  • તૃપ્તિ પણ ના થાય
  • થાક પણ વધારે લાગે
  • કમજોરીનો અનુભવ થાય
  • ઘા પડ્યો હોય તો રૂઝ ના આવે
  • વજન ઝડપથી ઘટતું જાય
  • શરીરમાં ખુજલી આવે
  • પેટમાં જલન થયા કરે
  • આંખોની રોશની ઓછી થાય
  • ચીડિયાપણું વધી જાય
diabetes symptoms

ડાયાબિટીઝ ને ગંભીરતાથી લો

વધુ પડતા ડાયાબિટીસથી લકવો પણ થઈ શકે છે, હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. હોજરી, લિવર, બ્લડપ્રેશર, નપુસંકતા, મૂત્રમાર્ગની તકલીફો વધી શકે છે. પિંડીનો સખત દુઃખાવો રહી શકે છે.
આમ ડાયાબિટીસ કંટ્રોલ એટલે ઘણાબધા રોગમાંથી મુક્તિ મળી શકે તેમ છે.

ખાવા પીવામાં ધ્યાન રાખો

ડાયાબિટીસ વાળા વ્યક્તિઓએ વધુ પડતી ખાંડ, મીઠાઈ, આઈસ્ક્રીમ, રિફાઈન્ડ તેલ, અમ્લીય પદાર્થો, ઘઉં, મેન્દો , માંસ એસીડીક ફૂડનું સેવન ના કરવું જોઈએ.

કેરી, કેળા,ચીકુ,સીતાફળ વગેરે સંપૂર્ણ બંધ કરવું જોઈએ. સવારે આ સિવાયના જે તે સીઝનના તાજા ફળો ખૂબજ ચાવીને ખાઈ શકાય છે.

સાંજના સમયે ઘઉંને બંધ કરીને મલ્ટીગ્રેન આટાનો રોટલો કે ભાખરી અને જે તે સીઝન ના શાકભાજી ખૂબજ ચાવીને ખાઈ શકાય છે.

દરરોજ સવારે ગ્રીન જ્યુસ પીવાથી ઘણો ફાયદો થઈ શકે છે.

ગ્રીન જ્યુસ

ડાયાબીટીસ નો રામબાણ ઉપચાર

  1. પેનક્રિયાઝમાં ઈન્સ્યુલિન બનાવવા માટે પગમાં ગરમ અને ઠંડા પાણીના વારાફરતી શેક કરવા.
  2. બે ટબ લેવા જેમાં ગરમ અને ઠંડુ પાણી લઈને દિવસમા બે વખત સ્નાન કરવું.
  3. જો આંતરડામાં મળ વધારે જમા થવાથી કબજીયાત થાય પછી તેના માટે એનિમા લેવાથી ઝડપથી ફાયદો થાય છે.
  4. ખુરશીમાં બેસીને બે ટબ લઈને ગરમ અને ઠંડા પાણીમાં પગને વારાફરતી ડુબાડી રાખવાથી ફાયદો થાય છે.
  5. હાથ પગ અને પૂરા શરીર ઉપર સૂકી માલિશ કે મસાજ કરવું.
  6. વ્યાયામનો અભાવ, માનસિક તનાવ અને જૂની કબજીયાતથી પણ ડાયાબીટીસ થાય છે. તેથી નિયમિત બે કિલોમીટર ભેંસ દોહતા હોય તેમ મુઠ્ઠી ખુલ્લી અને બંધ કરીને શાંતિથી ચાલવું જરૂરી છે
  7. નિત્ય દસ દસ મિનિટ કપાલભાતી અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા ખૂબજ જરૂરી છે
  8. અર્ધ મત્સ્યાસન કે વક્રાસન કરવાથી વધુ ફાયદો થઈ શકે છે
  9. આપણા હાથ કે પગની નાની આંગળીની બાજુની આંગળી નીચે ત્રણ થી પાંચ મિનિટ પ્રેશર આપવાથી પેંક્રિયાઝ સારું બની શકે છે
  10. શરીરની હોજરીનો અંદરનો ભાગ સારો કરવા કારેલાનો રસ અડધો ગ્લાસ રોજ તાજો કાઢીને પીવાથી ફાયદો થઈ શકે છે
  11. તાજા આમળાનો રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે
  12. રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મેથી દાણા 12 કલાક પલાળીને સવારે તે પાણી પીવું અને મેથી દાણા ખૂબજ ચાવીને ખાવા જોઈએ
  13. જાંબુના ઠળિયાનો પાવડર,બદામ અને ભીના ચણાના દાણાનો પાવડર બનાવીને ભોજન પહેલાં એક ચમચી લેવો જોઈએ
  14. જાંબુ, કડવો લીમડો,બારમાસી,બીલીપત્ર કે તુલસીના પાન ખૂબજ ચાવીને ખાવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે

ધીરજ રાખો

આયુર્વેદમાં થોડી ધીરજ રાખવી પડે અને આહાર વિહારની જીવનશૈલી બદલવી જ પડે છે. કોઈપણ ઉપચાર ત્રણ મહિના સતત કરવાથી જ ચોક્કસ પરિણામ મળી શકે છે. બસ થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો.

ગુજજુમિત્રો, એક લેખમાં ડાયાબીટીસ ની બધી માહિતી લખવી સંભવ નથી. ડાયાબીટીસ વિષે વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લીક કરો.

You may also like...

1 Response

  1. NITIN says:

    બહુ જ ઉપયોગી માહિતી ????????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *