સ્વસ્થ શિયાળાનું રહસ્ય : લીલી હળદર અને આંબા હળદર

લીલી હળદર

સ્વસ્થ શિયાળાનું રહસ્ય

ગુજજુમિત્રો, શિયાળો આંગણે આવી ગયો છે. તો આજે મને થયું કે શિયાળાની તૈયારી અત્યારથી શરૂ કરી દઈએ અને સ્વસ્થ રહેવા માટે સંકલ્પ લઈએ. આ લેખમાં હું તમને જણાવવા માગું છું કે જો તમે શિયાળામાં નિયમિતપણે લીલી હળદર અને આંબા હળદર ખાશો તો શિયાળામાં ડૉક્ટર પાસે નહીં જવું પડે.

હળદર

હળદર પાઉડર કરતાં વધારે ગુણકારી

આપણે ગુજરાતીઓની દરેક રસોઈમાં બારે માસ થોડા વધુ પ્રમાણમાં હળદરનો મસાલો વપરાતો હોય છે. પણ સૂકી હળદરના મસાલા કરતાં અનેકગણી ફાયદાકારક લીલી હળદર અને આંબા હળદર પ્રમાણમાં ઓછી ખવાય છે. કારણ, કદાચ ફાયદાઓ ખ્યાલ ન હોય કે સ્વાદમાં ભાવતી ન હોય કે ધોઈને સમારવી કંટાળાજનક હોય… પણ શિયાળાના ત્રણ ચાર મહિના બજારમાં મળતી આ તાજી હળદર પુષ્કળ પ્રમાણમાં ખાવી જોઈએ. બન્નેના ફાયદાઓ સરખા જ છે. ચાલો જોઈએ…

હળદર ના ૧૪ ફાયદા

૧. જેમ શરીર પર થયેલા ઘા રૂઝવવા સૂકી હળદર નો લેપ કરાય છે એમ લીલી હળદર શરીરની અંદરના કોષોનું રીપેરીંગ કરે છે.
૨. બેસ્ટ એન્ટિસેપ્ટિક છે. શરીરની અંદરના કોષોનું સમારકામ કરે છે.
૩. લોહી શુદ્ધ કરે.
૪. કફ પિત્ત નાશ કરે છે.
૫. ચામડીના રોગોમાં ફાયદાકારક છે.
૬. રક્તવિકાર થવા દેતું નથી.
૭. કાકડા અને ગળાના રોગોમાં ફાયદાકારક છે.
૮. પાચન ક્ષમતા વધારે છે.
૯. પેટના કૃમિનો નાશ કરે છે.
૧૦. બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ છે.
૧૧. હીમોગ્લોબિન વધારે છે.
૧૨. પુષ્કળ પ્રમાણમાં ફાયબર હોય છે.
૧૩. ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ સારી.
૧૪. શરદી, ઉધરસ માટે ઉત્તમ.

કેવી રીતે ખાવી જોઈએ?

ઘણા લોકો હળદરનું શાક કે તાજું અથાણું બનાવીને લે છે. પરંતુ લીલી અને આંબા હળદર કાચી ખાવી જોઈએ . સ્વાદ માટે લીંબુનો રસ અને મીઠું પણ ભેળવી શકાય. કાચી સુધારી જમવા સાથે સલાડ ની જેમ ખાવી. બાળકોને પણ ખવડાવો. કારણકે હળદર ની સાથે લીંબુનો રસ ભળવાથી તે ચટપટી લાગશે અને બાળકોને બહુ ભાવશે.

ગુજજુમિત્રો, માત્ર શિયાળામાં જ નહીં પરંતુ કોરોના વાઈરસ થી પણ આ તાજી હળદર ખાવી તમારા માટે લાભદાયી રહેશે. તેથી જો બજારમાં ઉપલબ્ધ હોય તો અચૂકપણે તેનું સેવન કરજો.

આવા જ માહિતીપ્રદ લેખો વાંચવા માટે નિયમિતપણે ગુજજુમિત્રો બ્લોગની વેબસાઈટ ચેક કરતાં રહો.

You may also like...

2 Responses

  1. Anish says:

    Very informative. Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *