પાવરહાઉસ છે દેવી ના ૫૧ શક્તિપીઠ
પાવરહાઉસ છે દેવી ના ૫૧ શક્તિપીઠ
ગુજજુમિત્રો, શું તમે આદિ શક્તિના અવતાર, સતી ના શક્તિપીઠ વિષે જાણો છો? શું તમને ખબર છે કે આ શક્તિપીઠ સાક્ષાત દેવીના પિંડના પ્રતીક છે? શું તમને ખબર છે કે આ ૫૧ શક્તિપીઠ વાસ્તવમાં પૃથ્વી પર દેવી ના પાવરહાઉસ છે? શું તમે ૫૧ શક્તિપીઠ ના દર્શન કરવા માંગો છો? તમે આ પોસ્ટ માં શક્તિપીઠ વિષે જાણીને તેમજ ૫૧ દેવી ના દર્શન કરીને તમે અચંબિત રહી જશો!
શક્તિપીઠ ની ઉત્પત્તિ
ભગવાન શિવજી જ્યારે સતીના દેહત્યાગથી વિહવળ થઈ ગયા ત્યારે સતીનું શબ હાથમાં લઈને પૃથ્વી પર ઉલ્કાપાત મચાવી દીધો. પત્ની વિયોગમાં ડૂબી ગયેલા શિવને બહાર કાઢવા માટે વિષ્ણુએ દેવી સતીના શરીરના સુદર્શન ચક્ર થી અનેક ટુકડા કરી નાંખ્યા. તે પૃથ્વી પર વિવિધ જગ્યાએ પડ્યાં. તે જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી. શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહિં પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ, લંકા, નેપાળમાં પણ આવેલી છે. . તો ચાલો આ ૫૧ શક્તિપીઠ વિષે જાણકારી મેળવીએ.
૫૧ શક્તિપીઠની સૂચિ
- હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન)
- નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)
- સુનંદા – બાંગ્લાદેશ
- મહામાયા – પહલગાંવ (કાશ્મીર)
- જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)
- ત્રિપુર માલિની – જલંધર (પંજાબ)
- અંબાજી – આરાસુર, અંબાજી (ગુજરાત)
- મહાશિરા – પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)
- દાક્ષાયની – માનસરોવર (કૈલાસ)
- વિમલા – ઉત્કલ (ઓડિશા)
- ગંડકી ચંડી – પોખરા (નેપાળ)
- દેવી બાહુલા – પં. બંગાળ
- મંગલ ચંદ્રિકા – પં. બંગાળ
- ત્રિપુરસુંદરી – ત્રિપુરા
- ભવાની – બાંગ્લાદેશ
- ભ્રામરી – પં. બંગાળ
- કામાખ્યા – ગુવાહાટી (આસામ)
- જુગાડયા – પં. બંગાળ
- કાલીપીઠ – કોલકાતા
- લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ)
- જયંતી – બાંગ્લાદેશ
- વિમલા મુકુટ – પં. બંગાળ
- મણિકર્ણી – વારાણસી (ઉત્તરપ્રદેશ)
- શ્રવણી – તામિલનાડુ
- સાવિત્રી – હરિયાણા
- ગાયત્રી – અજમેર (રાજસ્થાન)
- મહાલક્ષ્મી – બાંગ્લાદેશ
- કાંચી – પં. બંગાળ
- કાલી – મધ્ય પ્રદેશ
- નર્મદા – અમરકંટક (મધ્યપ્રદેશ)
- શિવાની – ઉત્તરપ્રદેશ
- ઉમા- ઉત્તરપ્રદેશ
- નારાયણી- તામિલનાડુ
- વારાહી – ગુજરાત
- અર્પણ – બાંગ્લાદેશ
- શ્રી સુંદરી – આંધ્રપ્રદેશ
- કપાલીની – પં. બંગાળ
- ચંદ્રભાગા – પ્રભાસ – સોમનાથ (ગુજરાત)
- અવંતિ- ઉજ્જૈન (મધ્યપ્રદેશ)
- ભ્રામરી – નાસિક (મહારાષ્ટ્ર)
- વિશ્વેશ્વરી – આંધ્રપ્રદેશ
- રત્નાવલી – પં. બંગાળ
- અંબિકા – ભરતપુર (રાજસ્થાન)
- મિથિલા – ભારત – નેપાળ બોર્ડર
- નલહાટી – પં. બંગાળ
- જયદુર્ગા – અજ્ઞાત
- મહિષ ર્મિદની – પં. બંગાળ
- યશોરેશ્વરી – બાંગ્લાદેશ
- ફુલ્લરા – પં. બંગાળ
- નંદિની – પં. બંગાળ
- ઇન્દ્રક્ષી – લંકા
શક્તિપીઠ માં સ્થાપિત દેવી ના ફોટા
ગુજજુમિત્રો, હાલમાં મને એક વૉટ્સઅપ મેસેજ આવ્યો જેમાં મોરબીના શ્રી દિલીપસિંહ જાડેજાની દેવી ભક્તિ ની એક ઝલક મળી. તેમણે ભક્તોની સુવિધા માટે ૫૧ શક્તિપીઠ ના ફોટા સહિત કયા પીઠમાં સતીના કયા અંગ નું પિંડ છે તેની માહિતીનું સંકલન કર્યું છે. હું તેમને વ્યક્તિગત રીતે નથી જાણતી પણ તેમની ભાવનાને માન આપીને, એ સમજીને કે તેઓ નિ : સ્વાર્થ ભાવે બધાં ભક્તોને ઘર બેઠા દેવીના દર્શન કરાવવા માંગે છે, આજે હું તેમની ફાઈલ ને પણ શેર કરું છું. બધાં ગુજજુમિત્રો, free માં ડાઉનલોડ કરીને આ ભાવ યાત્રા કરી શકે છે.
Awesome! I will visit the nearest one to my city.