થાઇરોઇડ રોગ માં શું ખાવું જોઈએ અને શું નહીં?
થાઇરોઇડ રોગ માં શું ખાવું જોઈએ અને શું નહીં?
ગુજજુમિત્રો, ગળા માં રહેલી થાઇરોઇડ ગ્રંથિ માં જ્યારે અસંતુલન થઈ જાય છે ત્યારે થાઈરૉઈડ ની બીમારી થાય છે. આમાં નિયમિતપણે એક નાની ગોળી લેવી પડે છે અને તેની સાથે સાથે ખોરાકનું ધ્યાન રાખવું પડે છે. આજે હું તમને આ લેખમાં સંક્ષિપ્તમાં જણાવી રહી છું કે થાઇરોઇડ ના દર્દીઓ એ ખાવા પીવામાં કઈ વાત નું ધ્યાન રાખવું જરૂરી છે.
🟣 આ બીમારી માં ધાણા નું પાણી પીવું જોઈએ. ધાણા નું પાણી બનાવવા માટે સાંજે તાંબા ના વાસણ માં પાણી લઈને તેમાં ૧ થી ૨ ચમચી ધાણા ને પલાળી દો અને સવારે તેને સારી રીતે મસળી ને ગાળી લો. દરરોજ આ પાણી પીવાથી ફાયદો થશે.
🟣આ રોગીઓ ને નિયમિતપણે ૧ ગ્લાસ દૂધ નું સેવન કરવું જોઈએ.
🟣આ રોગીઓ ફળ માં કેરી, તરબૂચ અને શક્કર ટેટી નું સેવન કરી શકે છે.
🟣ખાવામાં નિયમિતપણે તાજ અને આદુ ખાવું જોઈએ.
🟣આ રોગીઓ એ નાળિયેર ના તેલ માં ભોજન બનાવવું જોઈએ.
🟣ભોજન થોડા પ્રમાણ માં લો ભલે ૨ ને બદલે ૪ વાર જમવું પડે. અને હા, એવું ભોજન ખાઓ જે પાચન કરવામાં હળવો હોય જેમ કે ખીચડી. એવી વસ્તુઓ ના ખાવી જોઈએ જે પચવા માં ભારે હોય છે.
🟣થાઇરોઇડ ના દર્દીઓએ રોજ સવારે ૧૦ થી ૧૫ મિનિટ સુધી હૂંફાળો તડકા માં બેસવું જોઈએ.
🟣બહુ ઠંડા અને સૂકા ખોરાક નું સેવન ના કરવું જોઈએ એટલે બને ત્યાં સુધી રસાવાળા અને ગરમ, તાજા ખોરાક ખાવાનું રાખો.
🟣બહુ વધારે મરચાં અને મસાલા વાળું, તળેલું અને ખાટા પદાર્થો ન ખાઓ.
મિત્રો, એ પણ ધ્યાન રાખો કે થાઇરોઇડ ના દર્દીઓ પૂરતા પ્રમાણ માં ઊંઘ લેવી જોઈએ. રાતના ઉજાગરા અને થાકેલા શરીર માં આ રોગ ની સમસ્યા હજી વધી જાય છે. તેથી મિત્રો, જો એકસમાન માત્રામાં ભોજન લેવા છતાં તમારું વજન અચાનક જ વધી જાય અથવા અચાનક જ ઘટવા લાગે, તમેં ખૂબ જ થાક કે વ્યાકુળતા અને કંપારી નો અનુભવ થવા લાગે તો સંભવ છે કે તમને થાઈરૉઈડ હોય, કોઈપણ પ્રકારના વિલંબ વિના તમારો ટેસ્ટ ચોક્કસ કરાવજો.
Also read : આદુના અદ્ભુત ચમત્કારો