ચિંતન કરવા માટે અમૂલ્ય સુવિચાર
ચિંતન કરવા માટે અમૂલ્ય સુવિચાર
પ્રવચન પરાગ….
કયારેક એકલા ચાલવાનો સમય આવે ત્યારે ડરશો નહિ, કેમકે સ્મશાન અને સિંહાસન પર એકલા જ બેસવાનું હોય છે.
મરનાર ને રોવા વાળા હજારો મળી જાય છે, પણ જે જીવે છે એને સમજવા વાળા એક પણ મળતા નથી
સંબંધ માં જ્યારે જીદ અને અહમ્ આવી જાય છે ત્યારે બંને જીતી જાય છે અને સંબંધ હારી જાય છે
ભગવાન પાસે સાંસારિક સુખ માંગવુ એટલે હાથે કરીને દુર્ગતિ કરવી , ભિખારી ને પણ એટલી અક્કલ હોય છે કે ભીખ મંદિરમાં ન મંગાય.
પ્રભુ ને પ્રાર્થના કે – મને એવી સવાર આપો પ્રભુ કે હું તમારી પાસે થી કંઈ માગવાની જગ્યા એ તમે મને જે આપ્યુ છે તેને માણતા શીખુ
સંબંધ સાચવવા માટે હોય છે અને પૈસા વાપરવા માટે હોય છે, પરંતુ આજનો મનુષ્ય પૈસા સાચવે છે અને સંબંધ વાપરે છે.
આજે આપણે પોતે શુ કરવુ તે કોઈને ખબર નથી પણ બીજા ને શું કરવું જોઈએ એની સલાહ બધા પાસે છે
પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ પ્રતિમા ને પૂજનારો પથ્થર જ રહ્યો એ જોઈને દિલ રડી પડ્યું
સુખ મળે પુણ્ય થી, પણ સુખ મા મજા આવે તો પુણ્ય ના મળે.
પૈસા તો બધા કમાય છે, દુઆઓ પણ કમાવ , દુવા ત્યાં કામ આવે છે જ્યાં પૈસા કામ નથી આવતા
કાળી શાહી થી લખો કે લાલ શાહી થી, અમુક યાદો કાયમ લીલી જ રહે છે.
અંદરથી જાગો ત્યારે જ…સાચી સવાર થાય છે…બાકી તો રોજ રાત પછી…એક સવાર થાય જ છે…
મને એવી સવાર આપો પ્રભુ.. કે હું તમારી પાસેથી કંઈ માંગવાની જગ્યાએ., તમે મને જે આપ્યું છે તેને માણતા શીખું..
એક વાટકી ભરેલા હલવામાં કેસર. કાજુ. બદામ ની હાજરી સ્પષ્ટ દેખાતી હતી હલવો જેના લીધે મીઠો લાગતો હતો
એમાં ખાંડ કંયાય નોતી દેખાતી કેટલાક લોકો ક્યારેય નથી દેખાતા છતા જીદંગી માં મીઠાશ તેમના લીધે જ હોય છે.
ફકત નામ નહીં પણ માન સાથે કોઈની જીંદગીમાં આપણું મહત્વ હોવું એજ સંબંધ બાકી બધી ફોર્માલીટી
પ્રભુ મારા અસ્ત સુધી વ્યસ્ત રહું મસ્ત રહું અને જબરજસ્ત રહું એવી શકિત આપજે
માં નો હાથ માથા પર ફરે એ ચોઘડિયૂં જગત નું શ્રેષ્ઠ ચોઘડિયૂં કહેવાય છે.