પ્રભુ પાસે બેસ!
ગુજ્જુમિત્રો, હાલમાં મને એક બહુ સુંદર કવિતા વાંચવા મળી. આ કવિતાએ મને પ્રેરણા આપી કે હું આ લોકડાઉનમાં પણ ભગવાન પાસે બેસી શકું છું. તેના માટે મારે મંદિર કે ચર્ચ માં જવાની જરૂર નથી. ભગવાન માંરી અંદર જ છે અને હું તેમને શાંતિની ક્ષણોમાં મારા હ્રદયમાં જ પામી શકું છું. બસ જરૂર છે તો ભગવાન પાસે બેસવા માટે સમય કાઢવાની. મિત્રો, મને આશા છે કે આ કવિતા તમારા હ્રદયને પણ સ્પર્શી જશે. તો ચાલો વાંચીએ, પ્રભુ પાસે બેસ!
પ્રભુ પાસે બેસ!
જરૂરી નથી કે મંદિરમાં,
ઘરના જ કોઈ ખૂણે,
સોફા પર,
જગ્યા કોઈ પણ હોય,
પણ ત્યાં થોડી શાંતિ હોય.
ભગવાન સાથે જ્યાં એક થવાય,
બસ તે જ તારા માટે મંદિર.
જેમ એક દીકરો પોતાની મા પાસે બેસે.
કોઈ માંગણી નહિ,
ફરિયાદ નહિ,
વાયદાઓ નહિ,
ઈચ્છાઓ નહિ,
અપેક્ષાઓ નહિ.
પ્રભુ પાસે બેસીને તેને પૂછ.
તમે ખુશ છો,
મારુ જીવન જોઈને ?
શું હું તમને ગમે તેવું જીવન જીવું છું ?
હોંશિયાર નહિ,
સહજ બનો.
ચતુર નહિ,
સરળ બનો.
પ્રભુ પાસે દિલ ખોલીને બેસ.
પોતાના દુર્ગુણો સમાજ પાસે ભલે છુપાવ,
પણ ભગવાન પાસે ના છુપાવ.
જેવો છે તેવો જ બનીને બેસ.
પ્રભુ પાસે રડવું આવે તો રડી લે.
હસવું આવે તો હસી લે.
કંઈ ન સમજાય તો ચૂપ-ચાપ, છાનો-છપનો બેસ,
પણ એકવાર ભગવાન પાસે બેસ.
આપણે મંદિરે જઈને,
તીર્થસ્થળે જઈને
પણ ક્યાં ભગવાન પાસે
બેસીએ છીએ ?
આપણે મંદિર અને તીર્થસ્થળે પણ
પતિ, પત્ની, ભાઈ, કાકા, કાકી,
ફુઈ, માસા કે મિત્ર પાસે જ
બેસીએ છીએ.
બહુ થયું હવે કોઈ નહિ,
હવે બસ ભગવાન પાસે બેસ.
ખુબ દોડ્યા,
હવે જરા અમથું થોભીએ.
ખુબ જોયું બહાર હવે
થોડું ભીતર ડોકિયું કરીએ.
જેને ચાર ધામોમાં શોધ્યો,
તે તારી ભીતર,
તારી સાથે,
તારામાં જ છે.
તું જ તારું મંદિર ને
તું જ તારો ભગવાન.
હવે થોડો સમય તું પ્રભુ પાસે, તારી સાથે બેસ,
????????
ગુજ્જુમિત્રો, આધ્યાત્મિક લેખો વાંચવા માટે અહીં ક્લીક કરો.
કવિનું નામ પણ જણાવ્યું હોય તો વધુ ગમે. આપણે સર્જકને કેમ ભૂલી જઈએ છીએ?
મેં આ કવિતાના કવિનું નામ શોધવાની કોશિશ કરી હતી પણ જાણી ન શકી. જો કોઈને ખબર હોય તો ચોક્કસ જણાવજો.
બહુ સુંદર કવિતા છે
ખૂબજ સુંદર ????????????અભિનંદન ????????????