ગુજ્જુભાઈએ તો હદ કરી દીધી!
ગુજ્જુભાઈએ તો હદ કરી દીધી! કેવી રીતે? જાણવું હોય તો આ પોસ્ટને વાંચો. હસો અને તમારા મિત્રોને પણ શેર કરીને હસાવો.
ગુજ્જુભાઈ ના નાનપણના મિત્ર એક મોટા ડોકટર હતા. આજે ગુજ્જુભાઈએ તેમને ફોન કર્યો. ડોક્ટરે તેમના હાલચાલ પૂછ્યા અને સલાહ આપી કે કોરોનાને કારણે બહુ સાવચેત રહેજે. ગુજ્જુભાઈએ ગંભીરતાથી કહ્યું :
“હું કોરોના ને અટકાવવા માટે ઘણા બધા ઉપાય કરી રહ્યો છું…
યોગ + વોકિંગ + લીંબુપાણી + હળદર વાળું દૂધ+ ચ્યવનપ્રાશ + ફણગાવેલું અનાજ + કાચું લસણ + કાચું આદુ + મામરો બદામ + કાબુલી અંજીર + અરબી ખજૂર + વિલાયતી ખુરમાની + અફઘાની ખારેક + હર્બલ કાવો + મોઢામાં લવિંગ + મરી + નાકમાં જાસૂદનું તેલ + હળદર મીઠાના કોગળા + અજમા વાળી વરાળ + આખો દિવસ ગરમ પાણી પીઉં છું + પતંજલિની તુલસીની ગોળીઓ + ગળો ની ગોળીઓ + લીમડાની ગોળીઓ + હોમિયોપેથીક દવા આરસેનિક એલબો દર મહિને 5 દિવસ + કેમફેર 1 mg ની ગોળીઓ 5 દિવસ + અંગ્રેજી દવાઓ HCQS + ઇજિથ્રિલ + આઈવર મેકટિન..
આના સિવાય મોઢા ઉપર માસ્ક બાંધી રાખું છું.. સેનેટાઈઝરની બોટલ સાથે જ રાખું છું..દિવસમાં 50 વખત હાથ ધોઉ છું..
લોકોથી તો દૂર રહુ જ છું અને ઘરવાળીથી પણ 2 મીટર છેટો રહું છું.. ઘરનો સરસામાન હોમ ડીલીવરી થી મંગાવું છું અને પેમેન્ટ PayTM થી કરું છું..
કામવાળી હટાવી દીધી છે..રોજ હાથે ધોયેલા કપડાં જ પેહરું છું..ઘર બહાર નીકળતો જ નથી..પાર્ટી, દાવત, લગ્ન, સમુહભોજન ખાવાનું બંધ કરી દીધું છે..
થાળી, તાળી, ઘંટ, પણ વગાડ્યો હતો..દીવો અને ફ્લેશ લાઈટ પણ કરી હતી..
કોરોના માતા નું વ્રત પણ કરી લીધું છે.. એક અઘોરીબાપુ પાસેથી તાવીજ પણ બંધાવી લીધું છે.. હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટર્મ ઇન્શ્યોરન્સ પણ કરાવી નાખ્યો છે…
કૃપા કરીને મને માહિતી આપો કે મારે હવે આગળ સાવચેત રહેવા માટે શું કરવું જોઈએ…?”
ડોકટર : ભાઈ તેં તો હદ કરી દીધી! ! ભગવાન ઉપર થોડીક દયા કર..
કોરોના તારું કાંઈ ના બગાડી શકે. મને લાગે છે કે તને મારવા માટે તો ભગવાને હિરણ્યકશ્યપની જેમ અવતાર ધારણ કરવો પડશે…
વાહ,મજા આવી ગઇ.
અભિનંદન ????????????