માનવું કે તમે ટાટા છો …
ગુજ્જુમિત્રો, ગુજરાતના સાહિત્યનું એક પ્રચલિત નામ છે, ગુણવંત શાહ. હાલમાં મને તેમની એક કવિતા વાંચવા મળી. મને ખૂબ જ ગમી. વિચાર્યું કે મારા ગુજ્જુમિત્રો સાથે આ કવિતા શેર કરું જેનું નામ છે… માનવું કે તમે ટાટા છો
કકડીને ભૂખ લાગે તો
માનવું કે તમે ટાટા છો.
ઘસઘસાટ ઊંઘ આવે તો
માનવું કે તમે બિરલા છો.
કોઈ બીમારી વળગી ન હોય તો
માનવું કે તમે અંબાણી છો.
ખોટી નિંદા સાંભળીને પણ હસી શકો તો
માનવું કે તમે કુબેર છો.
કોઈને છેતરતી વખતે ખચકાટ થાય તો
માનવું કે તમે સજ્જન છો.
અને છેલ્લે:
જો ઘણુંખરું આનંદમાં રહેતા હો,
તો માનવું કે તમે ‘તમે’ છો!