ચામડી પર સફેદ ડાઘાના રોગ કરોળિયા ની આયુર્વેદિક સારવાર

દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર

ચામડી પર સફેદ ડાઘાના રોગ કરોળિયા ની આયુર્વેદિક સારવાર

– તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે.

– તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી સ્કિન ઉપર ચોપડવી અને ૧૫ મિનિટ તડકે બેસવું. ત્યારબાદ સુખોષ્ણ જળથી સ્નાન કરી લેવું.

– ચંદન અને ટંકણખાર પાણીમાં ઘસી ડાઘવાળી સ્કિન ઉપર લગાડવું.

– હરિદ્રા અને કાળા તલ બંને ૬-૬ ગ્રામ લઈ તેનું સમભાગ ચૂર્ણ કરી ભેંસના દૂધમાં મેળવી કરોળિયા જે ભાગ ઉપર થયા હોય તે ભાગ ઉપર ઉપરોક્ત મિશ્રણ મિક્સ કરી તેની માલિશ કરવી.

– કુંવાડિયાનાં બી અધકચરાં વાટી ૩ દિવસ દહીંમાં પલાળી રાખવાં. ૩ દિવસ પછી આ દહીં શરીરે સારી રીતે ઘસવું – મસળવું. થોડીવાર બાદ સ્નાન કરી લેવું. આ પ્રયોગથી શરીરના કોઈ પણ ભાગમાં થયેલા કરોળિયા થોડા જ દિવસોમાં સંપૂર્ણ રીતે મટી જાય છે.

Sesame seed
કરોળિયા ના રોગ માં તલનું તેલ અકસીર છે

– તેલિયા દેવદારને લીંબુના રસમાં ઘસી કરોળિયા ઉપર લગાવવાથી કરોળિયા બિલકુલ નિર્મૂળ થઈ જાય છે.

– જો મોઢા ઉપર અને સમગ્ર શરીર પર વધારે પડતો આ વ્યાધિ થઈ ગયેલ હોય તો મન-શીલ, ટંકણખાર અને હળદર સમભાગ લઈ ચૂર્ણ કરી તે ચૂર્ણ જે તે ભાગ ઉપર લગાવવાથી કરોળિયા સંપૂર્ણપણે મટે છે, પરંતુ આ પ્રયોગ નિષ્ણાતની સલાહમાં રહીને કરવો.

– આ ઉપરાંત હળદર અને ફટકડી પાણીમાં ઘસી કરોળિયા ઉપર માલિશ કરવાથી પણ કરોળિયા મટે છે.

– મૂળાનો રસ કાઢી કરોળિયા ઉપર લગાડવાથી પણ તે મટે છે. આ સિવાય મૂળાનાં બીજના બીજા પ્રયોગો પણ કરોળિયા ઉપર ખૂબ જ સારું પરિણામ આપે છે, જેમાં મૂળાનાં બી ૧૦૦ ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરવું, તે ૨૦૦ ગ્રામ દિવેલમાં મેળવવું અને તેની શરીર પર માલિશ કરવાથી કરોળિયા અવશ્ય મટી જાય છે.

– આ ઉપરાંત આયુર્વેદ ઔષધ પ્રયોગમાં નીચેનાં ઔષધોનો પ્રયોગ કરી શકાય જેમાં ગંધક રસાયન વટી ૧ ગોળી ૨ વાર દૂધ સાથે લેવી અને બૃહતમંજીષ્ઠાદિ ક્વાથ ૧-૧ ચમચી સવાર-સાંજ જમ્યા પછી પીવો. આગળ જે બાહ્ય માલિશ કરવાના પ્રયોગો બતાવ્યા છે, તેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવો. આટલી સારવારથી કરોળિયા અવશ્ય મટી જાય છે.

સોહામણા શ્યામવન માં પિંકુ નું મનોબળ : ગુજરાતી બાળ વાર્તા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *