શીળસ ના અકસીર અને સરળ ઘરગથ્થુ ઉપચાર અજમાવી જુઓ
શીળસ ના અકસીર અને સરળ ઘરગથ્થુ ઉપચાર : અજમાવી જુઓ
ગુજજુમિત્રો, શીળસ ને શીતપિત્ત અથવા Urticaria કહેવાય છે. નાના બાળકો થી લઈને મોટા લોકો માં જોવા મળતો આ રોગ ખાસ કરીને એલર્જી ને કારણે થાય છે.
શીળસ એટલે શું?
શીળસ એટલે ખોરાક, દવા અથવા અન્ય બળતરાની પ્રતિક્રિયા દ્વારા ત્વચા પર ફોલ્લીઓ. શિળસ એક સામાન્ય રોગ છે જે અમુક ખોરાક, દવાઓ અને તાણ સહિતની ઘણી બાબતોને કારણે થાય છે. શીળસ માં ત્વચા પર મચ્છર કરડયું એવી ફોલ્લી થઈ જાય છે. જે લાલ રંગની હોય છે અને સખત ખંજવાળ આવે છે.
શીળસ ના ઘરગથ્થુ ઉપચાર
- નારિયેળના તેલમાં કપૂર ભેળવીને શરીરમાં જ્યાં શીળસ થયું હોય ત્યાં લગાવો.
- લીમડાના પાન નાખીને ગરમ પાણીથી સ્નાન કરવું ફાયદાકારક અને જરૂરી છે.
- લીંબુના ટુકડા ને ફોલ્લીઓ પર હળવે થી ઘસવાથી પણ ફાયદો થાય છે.
- કાળા મરીના પાઉડરને ઘી સાથે ચાટવાથી અને ઘીમાં કાળા મરીનો પાવડર ભેળવીને લગાવવાથી લાલ ચકામા મટે છે.
- જો પિત્ત અને વાયુની તકલીફ રહેતી હોય તો 1-2 ગ્રામ અજમા અને ગોળ લો. ફક્ત પિત્તની પ્રબળતા હોય તો 1 થી 2 ગ્રામ હળદર અને ગોળ લો અને પિત્ત સાથે કફ ની તકલીફ હોય તો 2 થી 10 મિલી આદુ લો . સવાર-સાંજ આ ફાંકી લેવાથી આરામ મળે છે.
શીળસ ના દર્દી એ ધ્યાન માં રાખવાની બાબતો
શીળસ ના દર્દીને તીવ્ર ઠંડી અને ગરમીથી બચવું જોઈએ. પાણીમાં ભીનું ન થવું, ઝાકળમાં સૂવું કે ચાલવું નહીં, ઠંડી હવામાં રહેવું નહીં, રીંગણ, માંસ-માછલી, ઈંડા વગેરે ન ખાવા.