એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે : જેવો સંગ તેવો રંગ
એક સડેલી કેરી ટોપલી ની બધી કેરીઓ ને સડાવી દે છે કારણ કે જેવો સંગ તેવો રંગ
આકાશમાંથી પડેલા વરસાદના પાણીનું ટીપું…
સરોવરમાં પડે તો મીઠું બને છે….
સાગરમાં પડે તો ખારૂં બને છે…..
ગંગામાં પડે તો પવિત્ર બને છે…..
ગટરમાં પડે તો ગંદુ બને છે……
છીપમાં પડે તો મોતી બને છે……
રેતીમાં પડે તો નષ્ટ થઈ જાય છે…..
સર્પના મોઢામાં પડે તો ઝેર બની જાય છે…
સૂર્યના પ્રકાશમાં પડે તો ઉડી જાય છે….
તેમ માનવીને જેવો સંગ મળે તેવો બની જાય છે.
માટે હંમેશા સત્યના રસ્તે લઈ જનારા મિત્રોનો જ સંગ કરવો જોઈએ… જેવો સંગ તેવો રંગ