હેડકી બંધ કરવાના ૧૨ અકસીર ઘરગથ્થું ઉપાયો

હેડકી બંધ કરવાના ૧૨ અકસીર ઘરગથ્થું ઉપાયો
ગુજજુમિત્રો, આપણે ત્યાં કહેવાય છે કે હેડકી આવે છે તેનો મતલબ કે કોઈ દિલ થી યાદ કરી રહ્યું છે. પણ જો નિર્દોષ લાગતી આ હેડકી બંધ ના થાય તો ખાવા પીવાનું, સૂવાનું મુશ્કેલ કરી દે છે. તેની કોઈ ડૉક્ટર પાસે દવા નથી પણ આજે હું તમને હેડકી બંધ કરવાના અમુક એવા ઘરગથ્થું ઉપાયો જણાવી રહી છું જે અકસીર સાબિત થયા છે. તો ચાલો સાથે વાંચીએ.

હેડકી બંધ થાય છે…
- થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
- દૂધમાં સુંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.
- સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
- જાયફળને ચોખાના ધોવાણમાં પીરસીને પીવાથી હેડકી બંધ થાય છે.
- સુંઠ અને ગોળને ગરમ પાણીમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.
- ગોળના પાણીમાં સુંઠ ઘસી થોડે થોડે વારે સુંઘવાથી હેડકી બંધ થાય છે હેડકી બંધ થાય છે.
- શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
- અડદ અને હીંગનું ચુર્ણ દેવતા પર નાંખી તેનો ધુમાડો મોંમા લેવાથી હેડકી બંધ થાય છે.
- ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.
- તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
- જીરૂ ખાવાથી હેડકી બંધ થાય છે.
- આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
Also read : જો દીકરીને માની આ શિખામણ મળશે તો ક્યારેય છૂટાછેડા નહીં થાય