તોપનું લાયસંસ!!!!
એક ભાઈએ તોપના લાયસંસ માટે કલેકટર કચેરીમાં અરજી કરી…
કલેકટરના હાથમાં અરજી આવતાં તે ચોંકી ગયા કારણ કે આજ દિવસ સુધી તોપના લાયસંસની માંગણી કરતી અરજી તેની પાસે આવી નહોતી. તેમણે અરજીમાં શેરો માર્યો, અને એ ભાઈને રૂબરુ બોલાવ્યો.
કલેકટર : તમે આ તોપના લાયસંસની અરજી કરી છે?
ભાઈ : હા સાહેબ…
કલેકટર : તમારે તોપને શું કરવી છે?
ભાઈ : સાહેબ સાવ સાચી વાત કરૂં?
આ પહેલાં મેં બેંકમાં એક લાખની લોન લેવા માટે માંગણી મુકેલી તો દસ હજાર જ મંજુર થયા,
બે વર્ષ પહેલા અતિવૃષ્ટિ થવાને કારણે મારો ઊભો પાક બધો જ ધોવાઈ ગયો, બે લાખના નુકશાનની સામે સરકારે વળતર પેટે માત્ર ૨૦ હજાર મંજુર કર્યા.
ગયા વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ હતી તો કુવો ખોદવા દોઢ લાખની માંગણી મુકી તો ત્રીસ હજાર મંજુર કર્યા.
સાહેબ, આ ઉપરથી હું સમજી ગયો કે જરૂર કરતાં ચાર ગણું વધુ માંગવું.
સાહેબ, મારે તો વાંદરા ભગાડવા માટે એક પિસ્તોલની જરૂર હતી. મને થયું કે જો હું પિસ્તોલની માંગણી કરીશ તો મને ગીલોલનું લાયસંસ આપીને કાઢી મુકશે. એટલે મેં આ વખતે તોપનું લાયસન્સ માંગ્યું જેથી કાપી કાપીને પિસ્તોલનું તો આપે!!!!