હા સાહેબ હું પૈસો છું

શેર બજાર

હા સાહેબ હું પૈસો છું
આપ મને મૃત્યુ પછી ઉપર નહી લઈ શકો ..
પણ જીવતાં હું તમને બહુ ઉપર લઇ જાવ છું

હા સાહેબ હું પૈસો છુ
મને પસંદ કરો એટલે સુધી કે
લોકો તમને નાપસંદ કરી જ ન શકે .

હા સાહેબ હું પૈસો છુ
હું ભગવાન કે અલ્લાહ નથી
પણ લોકો મને ભગવાન કે અલ્લાહ થી
ઓછો નથી માનતાં..

હા સાહેબ હું પૈસો છુ
હું મીઠાં જેવો છું જે જરૂરી તો છે
પણ જરૂરીઆતો કરતાં
વધુ તો જીવન નો સ્વાદ બગાડુ છું

હા સાહેબ હું પૈસો છુ
ઈતિહાસ એવા કેટલાય ઉદાહરણ જોવા મળે છે
જેની પાસે અઢળક સંપત્તિ હતી
તેના મોત પછી રોવા વાળા કોઈ નહતાં

હા સાહેબ હું પૈસો છુ
હું કઈ જ નથી છતાં
હું નક્કી કરૂ છું કે
લોકો તમારી કેટલી ઈજ્જત કરશે

હા સાહેબ હું પૈસો છુ
હુ તમારી પાસે છું તો તમારો છું
તમારી પાસે નથી તો આપનો નથી .
પણ હું તમારી પાસે છું તો સૌ તમારાં છે.

હા સાહેબ હું પૈસો છુ
હુ નવાં નવાં સંબંધો બનાવું છું..
પણ સાચા અને જુનાં બગાડુ છું

હા સાહેબ હું પૈસો છું
હુ જ બધા કજિયા નું મૂળ છું
તો પણ કેમ બધા લોકો મારી પાછળ પાગલ છે???

Also read : રિવાઇન્ડ બટન દબાવું ને બાળપણ આવી જાય!!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *