પેટ ભરીને ખાઓ આ મધુરાષ્ટકમ
પેટ ભરીને ખાઓ આ મધુરાષ્ટકમ
લાપસી મધુરમ, ઓરમું મધુરમ
શિરો મધુરમ ગળમાંનું મધુરમ
વેડમી મધુરમ, બિરંજમ મધુરમ
મધુરાધિપતે લાડવા મધુરમ…. (1)
મગજમ મધુરમ, મોહનથાળ મધુરમ
મેસુબ મધુરમ, જાદરિયું મધુરમ
સુખડી મધુરમ, ટોપરાપાક મધુરમ
મધુરાધિપતે લાડવા મધુરમ…. (2)
ઘુઘરા મધુરમ, હલવાસન મધુરમ
સુતરફેણી સહ સોનપાપડી મધુરમ
કુલેર મધુરમ સાથવો મધુરમ
મધુરાધિપતે લાડવા મધુરમ…. (3)
જલેબી મધુરમ, રસગુલ્લા મધુરમ
ગુલાબજાંબુ સહ બુંદી મધુરમ
ચમચમ મધુરમ, મુરબ્બો મધુરમ
મધુરાધિપતે લાડવા મધુરમ…. (4)
બરફી મધુરમ, પેંડાય મધુરમ
ખીરમ મધુરમ, દૂધપાકમ મધુરમ
રબડી મધુરમ, રસમલાઈ મધુરમ
મધુરાધિપતે લાડવા મધુરમ…. (5)
શિખંડમ મધુરમ ઘારીમ મધુરમ
ગાજર દુધી તણાં હલવાય મધુરમ
ગુલ્ફી મધુરમ, આઈસ-ક્રીમ મધુરમ
મધુરાધિપતે લાડવા મધુરમ… (6)
મેથીપાક મધુરમ, અડદિયો મધુરમ
કાટલું મધુરમ, ગુંદરપાક મધુરમ
ગુલકંદ મધુરમ, ચ્યવનપ્રાશ મધુરમ
મધુરાધિપતે લાડવા મધુરમ…. (7)
સિંગપાક મધુરમ, તલવટ મધુરમ
સાબુદાણા તણી ખીરમ મધુરમ,
રાજગરાનો શિરો જોને મધુરમ
મધુરાધિપતે લાડવા મધુરમ…. (8)
ગુજજુમિત્રો, મધુરાષ્ટકમ વાંચીને મોઢામાં પાણી છુટયુને? ડાયાબિટીવાળાએ વાંચીને કડવી ફાકી લેવી.
Also read: વૈધજીનો કોરોના માટે કાઢો