અહીંયા સૌ નશામાં છે
અહીંયા સૌ નશામાં છે
તું મારી વાત છોડ
જગત આખું હવામાં છે,
વગર પીધે
અહીંયા સૌ નશામાં છે.
ચમત્કારોની બસ
આદત પડી ગઈ છે,
ને ઈશ્વરથી
વધુ શ્રદ્ધા ભૂવામાં છે,
સ્પર્ધા વધી ગઈ છે
મૂર્તિ તણી ઊંચાઈમાં,
બાકી ભગવાન તો
સોપારી માંય સમાયા છે.
ચહેરાના રંગ પર
ના જવાય હો દોસ્ત,
કેમ કે મેં તો દુધથી વધારે
ચા ના દીવાના જોયા છે.
કેટલી ધીરજ હશે
એ ટપાલ ના જમાના માં,
આજે બે મિનિટ મોડો
રીપ્લાય આપીએ તો
લોકોને શક કરતાં જોયા છે.
એક વૃદ્ધ દંપતિ વચ્ચે
હોય છે હૃદય સ્પર્શ શબ્દ
બચ્ચું પાંખ આવે તો
ઉડી જાય તેનો રંજ નથી,
પાછું આવી ચાંચ મારે
ત્યારે વસમું લાગે છે.
યાદ રાખજો
તમે જીંદગીમાં જે પર્વત
ઉપાડીને ચાલી રહ્યા છો,
એ ઉપાડવાના નહોતા
માત્ર ઓળંગવાના હતા.