પરિવર્તન ની શરૂઆત ખુદ થી કરો : ગુજરાતી બોધ કથા
પરિવર્તન ની શરૂઆત ખુદ થી કરો : ગુજરાતી બોધ કથા
ઘણા વખત પેલાં, એક મોટા રાજ્ય માં એક ચોર ચોરી કરતો હતો. પાંચ સૈનિક એના પાછળ ભાગ્યા. ચોર દૂર એક ખાડા માં સંતાઈ ગયો. પરંતુ સૈનિક એના ખાડા ના આગળ-પાછળ નજર રાખવા માંડ્યા.
બહુ વાર પછી, સૈનિકો કંટાળી ને બીજી દિશામાં ચોર ને શોધવા દોડી ગયા. હવે, ચોર ને ભૂખ લાગવા મંડી એટલે એ પણ સાવધાની થી નિકળી ને ભાગ્યો. ભાગતા ભાગતા તે કે સાધુ ના આશ્રમ માં આવ્યો, જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી તે આ આશ્રમ માં રહેશે. તે સાધુઓ ના વસ્ત્ર પેરી ને ત્યાં જ રહેવા લાગ્યો. સૈનિકો દિવસો સુધી ચોર ને શોધતા રહ્યા પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોર ને ઓળખી ના શક્યા.
હવે, આશ્રમ માં એ ચોર ને બધાં સાધુ ઓ બહુ પ્રેમથી અને આદર થી રાખતા. તેની ઘણી દેખભાળ થઈ. તે હવે પૂજાપાઠ માં અને ભગવાનની કથાઓ માં રસ લેવા લાગ્યો. તેને ભગવાન ના નામનો જપ કરવામાં બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા લાગ્યું. વર્ષોથી ચોરી કરતો આ માણસ ને આશ્ચર્ય એ વાતનું થતું કે તેનું મન પણ હરી ના નામ માં મગ્ન થઈ ગયું.
ઘણા દિવસો પછી, રાજ્ય ના મહારાજ આયા. તેમણે બહુ વિનમ્રતા થી નિવેદન કર્યું કે ૧૦૦ સાધુઓ તેના રાજમહલ માં જમવા આવે અને આ નિમંત્રણ નો સ્વીકાર કરીને તેને ધન્ય કરે. ઘણા સમ્માન થી બધા સાધુઓ ને મહેલ માં બોલાવી ને તેમને જમાડ્યા.
મિત્રો, આ ૧૦૦ સાધુઓ માંથી એક સાધુ પેલો ચોર હતો. જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસરાત તેનો પીછો કરતાં હતા એ જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા.
સાધુ જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું. તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો.
ગુજજુમિત્રો, આ વાર્તા સચોટ ઉદાહરણ છે કે જેવી કરણી , એવી ભરણી . મને આશા છે કે આ પ્રેરણાદાયી વાર્તા તમને સાચા નિર્ણય લેવામાં મદદ કરશે.
Also read: ધનવાન હોવા છતાં પોતાની કરકસર માટે વખણાય છે વોરન બફેટ
Excellent 🙏🙏🙏
Superb story. Thank you