પાણીપુરીના ફાયદાઓ અને નિયમો
ગુજજુમિત્રો, પાણીપુરી કોને નથી ભાવતી? નાની મોટી ઉંમરના બધાં લોકો મજા લઈ લઈને પાણીપુરી ની માણતા હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાણીપુરીના પણ નિયમો અને ફાયદાઓ હોય છે? ચાલો, આજે આપણે પાણીપુરીના ફાયદાઓ અને નિયમો વિષે શીખીએ. ????
પાણીપુરીના ફાયદાઓ
(1) આખે આખી પાણીપૂરી મોંમાં મૂકવાથી આખા મોંને કસરત મળે છે. ????
(2) તીખાશ અને ખટાશ ધરાવતું પાણી, પૂરીમાંથી જીભ ઉપર અચાનક ફેલાતું હોવાથી, જીભની (તીખાશ તથા ખટાશ) ‘ધાર’ તેજ થઈ જાય છે. યાદ રહે, આજની નારીનું સૌથી મોટું હથિયાર જીભ છે, આંસુ નહીં.????
(3) તીખું પાણી, ખારું પાણી અને કરકરી પૂરીનો ભૂકો… આ ત્રણે ચીજો ગળામાંથી સડસડાટ ઝડપે પસાર થવાને કારણે ગળું ખૂલે છે અને અવાજમાં તાકાત આવે છે.????
(4) પાણીપૂરી ખાતાંની સાથે મગજમાં ખાસ જાતની ગરમી પેદા થાય છે જેના લીધે તમને શાકવાળાથી લઈને ઘરવાળા સુધી ગમે તેની સામે લડી લેવાનું ઝનૂન પ્રાપ્ત થાય છે.????
પાણીપુરી ખાવાના નિયમો
(1) પાણીપૂરી ખાતી વખતે મોં પૂરેપૂરું ખોલવું જરૂરી છે, નહીંતર ઉપર જણાવેલા કોઈ ફાયદા થતા નથી.????
(2) મોંમાંથી તથા પૂરીમાંથી દડદડતું પાણી ઝીલવા માટે ડિશ પ્રોપર પોઝિશનમાં રાખવી નહીંતર સાડી/ડ્રેસ બગડશે.????
(3) ખૂમચાવાળા/લારીવાળાના હાથ કદી ધ્યાનથી જોવા નહીં. ખાસ કરીને હાથના નખ.????
(4) એ જ રીતે, લારી/ખૂમચાની આજુબાજુ કેટલી ગંદકી છે તથા કેટલી માખીઓ બણબણે છે એની તરફ ધ્યાન આપવું નહીં. પાણીપૂરી તો કમળ છે. એ કીચડમાં જ ખીલે.????
(5) પાણીપૂરી હંમેશાં શાકભાજી વગેરેની ખરીદી કરતાં પહેલાં જ ખાવી. કારણ કે, પાણીપૂરી ખાધા પછી મગજમાં જે મસ્તી હોય છે એમાં તમે રકઝક કરી શકતા નથી. સરવાળે શાકભાજી મોંઘી પડશે.????