દે દામોદર દાળ માં પાણી…
વાત વધી કોઈ વાત ને જાણી,
દે દામોદર દાળમાં પાણી,
નોતરાંમાં છે ગોટમગોટા;
નોતર્યા નાના ને આવ્યા મોટા,
વાટકા લાવ્યા એવડા મોટા,
પીરસનાર ની ભૂલ દેખાણી,
જેને લીધે થઇ છે ઘાણી,
દે દામોદર દાળમાં પાણી,
તાપ વધ્યો ને તપેલું ચીબું,
ઉકળી દાળ ને ઉછળ્યું છીબું,
ત્યાં પડેલું બોલ્યું લીંબુ,
થોડી ઉભરાણી, થોડી ઢોળાણી,
જેની રસોડે છે એંધાણી,
દે દામોદર દાળમાં પાણી,
કેટલી સંખ્યા કો’કને પૂછી,
દાળ ઓરાણી વાત માં ઓછી,
ને ભાત વેળાએ તાણાતાણી,
દે દામોદર દાળમાં પાણી,
એના વરામાં શું ઠેકાણું ?
વાલ બોલ્યાં, પતરાળું કાણું,
કો’કને ભાણે ક્યાંક અથાણું,
ઠીક વરાની વાત ફેલાણી,
એની જ છે આ રામ કહાણી,
દે દામોદર દાળમાં પાણી,
આંગળી બોલી કોળિયો રીઢો
શાક તાડુકયું લાડવો મીંઢો,
બેઉની એવી છે આ ઉઘરાણી
કેમ રિસાણી, ક્યાં સંતાણી?
ભાતની રાણી …..
દે દામોદર દાળમાં પાણી
હાસ્યકવિ : જર્મન પંડયા
ખુબ જ આવકારદાયક અભિગમ.સ્પષ્ટ અને સુંદર અભિવ્યક્તિ. હાર્દિક શુભેચ્છા પાઠવું છુ.