મિત્રોની મહેફિલ
આવે તો ઇન્કાર નથી,
નહીં આવે તો ફરીયાદ નથી,
આ તો મિત્રોની મહેફિલ છે,
ને વિતેલા દિવસોની યાદ છે.
આવે તો તારી મોજથી આવજે,
કોઇ કંકુ ચોખાથી વેલકમ નહીં કરે,
પણ હૈયાના હેતથી તને તૂંકારે બોલાવીને,
તું જેવો છો તેવો સ્વીકાર જરૂર કરશે.
તું આવશે તો જરૂરથી ગમશે,
તું નહી આવે તો યાદ જરૂરથી આવશે,
આ તો મિત્રોની મહેફિલ છે,
ને વિતેલા દિવસોની યાદ છે.
તું આવ તો એકલો આવજે,
તારા મોભાને મુકીને આવજે,
કારણ કે આ મહેફિલ તો તને,
તુંકારાથી ઓળખનારા મિત્રોની છે.
એટલે જ કહું છું દોસ્ત,
તું “તું” થઇને આવજે,
આ તો મિત્રોની મહેફિલ છે,
ને વિતેલા દિવસોની યાદ છે.
મળવાનું મન થાય તેવા તારા,
આ તો લંગોટીયા મિત્રો છે,
તારી વેદનામાં ભાગ પડાવશે,
અને તારા સુખમાં ઉમેરો કરશે.
તેવા મિત્રોને મળવા માટે
ગમે તેવું કામ છોડીને પણ આવજે જરૂરથી,
આ તો ગુજ્જુમિત્રોની મહેફિલ છે,
ને વિતેલા દિવસોની યાદ છે.