તલનું તેલ શા માટે ખાવું જોઈએ? ધમનીઓ અને દાંત માટે ફાયદાકારક
ગુજજુમિત્રો આજે હું તમને જણાવવા માગું છું કે તલનું તેલ શા માટે ખાવું જોઈએ? તલનું તેલ શિયાળામાં ખાવું બહુ ફાયદાકારક છે અને ખાસ કરીને ધમનીઓ અને દાંતના સ્વાસ્થ્ય માટે. ચાલો વિગતવાર સમજીએ તલના તેલ ને ખાવાના ફાયદા.
તલનું તેલ શ્રેષ્ઠ શા માટે માનવામાં આવે છે?
????તલને સંસ્કૃતમાં તિલઃ અને અંગ્રેજીમાં સેસમી કહેવાય. સફેદ અને કાળા એમ બે પ્રકારના તલ બજારમાં ઉપલબ્ધ છે. પ્રોટીન અને કેલ્શિયમ જેવા તત્ત્વોનું પ્રમાણ કાળા તલમાં વધુ હોઈ એ ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. આહારશાસ્ત્રની દ્રષ્ટિએ અન્ય તેલોની સરખામણીએ તૈલેષુ તિલોદ્યતમ શ્રેષ્ઠમ્ એટલે કે તેલોમાં તલનું તેલ શ્રેષ્ઠ મનાય છે. શિયાળાની ઋતુમાં તલનું તેલ રોજ ખાવાલાયક છે. તલ અને તલના તેલના પારાવાર ઔષધીય ઉપયોગોમાંથી કેટલાક અહીં રજૂ કરું છું.
એથરોસ્કલેરોસીસ એટલે કે ધમનીઓની કઠણ થઈ જાય તો તલનું તેલ અકસીર
????તબીબી તપાસ દ્વારા ક્યારેક દર્દીને જાણ થાય છે કે એમની ધમનીઓ કઠણ થઈ ગઈ છે. લોહીનું પરિવહન કરતી આ ધમનીઓ કઠણ થઈ જવાથી લોહીનું દબાણ ઊંચું થાય છે. જેને કારણે હૃદય પર બોજો આવી પડતા ક્યારેક છાતીમાં ભીંસ જેવી નાની સમસ્યાથી શરૃ થઈ હૃદયરોગના હુમલા જેવી ગંભીર બાબત સર્જાતી હોય છે.
????હાયબ્લડપ્રેશરના દર્દીઓ, હાર્ટએટેકના દર્દીઓ, સ્ટ્રોકના દર્દીઓ અને જેમની ધમનીઓ કઠણ થઈ બરાબર કામ નથી કરી રહી એવા એથરોસ્કલેરોસીસના દર્દીઓ આ બધાને ખોરાકમાં તલના તેલના ઉપયોગની ભલામણ કરૂં છું.
????તલના તેલમાં લીનોઈક એસિડ હોવાથી તે ધમનીઓને બળ આપનાર છે. એટલું જ નહિ, પણ ધમનીઓની લવચીકતા વધારનાર છે.
તલનું તેલ વજનમાં વધારો કે ઘટાડો કરવા ઉપયોગી
????તલના તેલની એક ખાસિયત છે. તે કૃશાનાં બૃહણયાલં સ્થૂલાનાં કર્ષણાયં એટલે તલનું તેલ પાતળા માણસને જાડો અને જાડા માણસને પાતળો કરવાનો ગુણ ધરાવે છે. તેથી સ્થૂળ, મેદસ્વી કે વધુ વજન વાળી વ્યક્તિઓ માટે તલનું તેલ પરમ પથ્ય છે. અને જેઓ વજન વધારવા માંગે છે તેમના માટે પણ ફાયદાકારક છે.
પાયોરિયા એટલે કે સડતા દાંત-પેઢામાં ફાયદાકારક
????પાયોરિયા એવી સમસ્યા કે જેમાં દાંત અને પેઢાનો સડો થવાથી અવાળા સૂજીને ફૂલી જતાં હોય છે. તેમાં પરુનો ભરાવો થવાથી સખત પીડા રહેતી હોય છે. મોઢામાંથી સતત દુર્ગંધ આવતી હોય છે. કેટલાક દર્દીઓના કિસ્સામાં રુટ-કેનાલ જેવી ટ્રીટમેન્ટ કર્યા પછી પણ મોઢાની દુર્ગંધ દૂર થતી નથી. આ પ્રકારની સમસ્યાઓ માટે તલના તેલના કોગળાનો પ્રયોગ કરી જુઓ. જે નીચે મુજબ છે :
????સવારે દાતણ-બ્રશ કર્યા પછી મોઢામાં તલનું તેલ ભરવું અને કોગળો કરતા હોઈએ તેમ ફેરવવું. ક્ષમતા અનુસાર બે થી પાંચ મિનિટ આ ક્રિયા કરી તલનું તેલ થૂંકી દેવું. બે થી ત્રણ મહિના સુધી આ પ્રયોગ ચાલુ રાખવો.
????જો આમ કરવું અનુકૂળ ન આવે તો બ્રશ કર્યા પછી પેંઢા પર હળવા હાથે તલના તેલની માલિશ કરવી. ધ્યાન એ રાખવું કે પેઢાની બંને તરફ માલિશ કરવી.
????તમાકુ-ગુટખાના વ્યસનથી પેઢા નબળા પડી ગયા હોય, દાંત હલતા હોય, જડબા ખુલતા ન હોય (જો-લોક) તેવી વ્યક્તિઓ માટે પણ ઉપરનો પ્રયોગ અકસીર છે. પેઢામાંથી લોહી પડતું હોય તેવી વ્યક્તિઓએ પણ આ પ્રયોગ લાંબા સમય સુધી કરવા જેવો છે. સ્વરભંગ (અવાજ બેસી જવો), હોઠ ફાટવા, જીભ પર ચીરા પડવા, મોઢામાં વારંવાર ચાંદા પડવા જેવા લક્ષણોવાળી વ્યક્તિઓ માટે ખાસ કરીને તલના તેલના કોગળાનો પ્રયોગ લાભદાયક છે.
I love the jokes gujjumitro is great