જીવન ના દરેક પડાવ પર સફળતા

જીવન સફળતા

જીવન ના દરેક પડાવ પર સફળતા

ગુજજુમિત્રો સફળતા એટલે શું? હાલમાં મને એક સુંદર મેસેજ વાંચવા મળ્યો જેમાં જીવન ના દરેક પડાવ પર સફળતા વિષે એક યાદી લખેલી છે. તેમાં બહુ રસપ્રદ રીતે જીવનના જરૂરી લક્ષ્યો લખ્યા છે. વધુ માહિતી માટે આગળ વાંચો.

  • 18 વર્ષની ઉમરે ડ્રાઈવીંગ લાઈસન્સ હોવું તે છે સફળતા
  • 21 વર્ષની ઉમરે ગ્રેજ્યુએટ થવુ તે સફળતા
  • 25 વર્ષની ઉમરે કમાતા હોવું તે છે સફળતા
  • 30 વર્ષની ઉમરે પારીવારીક (જવાબદારી) પુરુષ/સ્ત્રી હોવુ તે છે સફળતા
  • 35 વર્ષની ઉમરે સારુ બેન્ક બેલેન્સ હોવુ તે છે સફળતા
  • 45 વર્ષની ઉમરે યુવાન જેવુ દેખાવુ તે છે સફળતા
  • 50 વર્ષની ઉમરે બાળકોને સારુ ઉચ્ચ શિક્ષણ આપવુ તે છે સફળતા
  • 55 વર્ષની ઉમરે પણ સારી રીતે ફરજો નીભાવી શકવી તે છે સફળતા
  • 60 વર્ષની ઉમરે પણ ડ્રાઈવીંગ લાઈસન્સ રાખવુ તે છે સફળતા
  • 65 વર્ષની ઉમરે પણ નિરોગી રહેવુ તે છે સફળતા
  • 70 વર્ષની ઉમરે કોઈના પર બોજારુપ ન હોવુ તે છે સફળતા
  • 75 વર્ષની ઉમરે પણ જુના મિત્રો હોવા તે છે સફળતા
  • 81 વર્ષની ઉમરે ઘરે પરત આવવાનો રસ્તો યાદ રહેવો તે છે સફળતા
  • 86 વર્ષની ઉમરે પોતાના કપડા ના બગાડવા તે છે સફળતા
  • 90 વર્ષની ઉમરે ફરી કોઈ પણ ટેકા વગર ચાલી શકવુ તે છે સફળતા

ઈશ્વર આપણને સૌને જીવનના વિવિધ તબક્કે આવી સફળતાઓ આપે તેવી પ્રાર્થના…..????????????

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *